fbpx

પાટણના પદ્મનાભ ચાર રસ્તા નજીક શિવ આર્કેડ માં શ્રીજી નેત્રાલય અને શ્રીજી ડેન્ટલ ક્લિનિક નો પ્રારંભ…

Date:

ડો. નિખિલ ખમાર અને ડો. નિયતિ ખમાર ના સંયુક્ત સાહસરૂપ હોસ્પિટલ ના શુભારંભ પ્રસંગે શુભેચ્છાઓની વષૉ વરસી…

પાટણ તા.૨૮
પાટણ શહેરના જાણીતા આંખ ના સ્પેશ્યા લિસ્ટ ડોક્ટર નિખીલ ખમાર અને તેમના ડેન્ટિસ્ટ ધમૅપત્ની ડોકટર નિયતિ ખમાર ના સંયુક્ત સાહસરૂપ શ્રીજી નેત્રાલય અને શ્રીજી ડેન્ટલ કલીનીક નો રવિવારના શુભદિને શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસે આવેલ શિવ આર્કેડ ખાતે પ.પૂ.ગુરૂવયૅ શ્રી ગોપાલભાઈ પાઠકના શુભ આશીર્વાદ સાથે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી, ગાંધી નગર ના સીઈઓ ડો.યોગેશાનંદ ગોસ્વામી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ડો. નિખિલ ખમાર અને તેમના ધમૅપત્ની ડો. નિયતિ ખમાર ના સંયુક્ત સાહસરૂપ નિમૉણ પામેલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધા બાબતે માહિતી આપતા ડો. નિખિલ ખમારે જણાવ્યું હતું

કે અમારી આ અધતન સુવિધા સભર હોસ્પિટલમાં આંખનો વિભાગમાં મોતિયા નું અદ્યતન ઓપરેશન તથા પ્રિમિયમ ફોલ્ડેબલ નેત્રમણિ, કીકીના રોગો, નાસુર, વેલની તપાસ અને સારવાર,ઝામરના દબાણની તપાસ અને સારવાર,પડદાના રોગોની તપાસ અને સારવાર, બાળકોના ચશ્માના નંબરના નિયંત્રણ માટે તપાસ અને યોગ્ય માર્ગદર્શન સાથે
મેડિક્લેમ ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

તો દાંતનો વિભાગની સુવિધાઓ મા દાંતના કવર/બ્રીજ તથા ચોકઠાની સુવિધા, દાંતની સફાઈ (Scaling),દાંતના મૂળિયાની સારવાર (RCT),Digital X-Ray, વાંકાચૂકા દાંત માટે તપાસ અને માર્ગદર્શન,નાના બાળકોને લગતા દાંતના રોગોનું નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક શિવ આર્કેડમાં રવિવારે શ્રીજી નેત્રાલય અને શ્રીજી ડેન્ટલ કલીનીક ના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં પાટણના તબીબી મિત્રો, વિવિધ સેવા ભાવી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થા ઓના સભ્યો સહિત આર. એસ. એસ, વિશ્વ હિન્દુ પરિષદ ની સાથે રાજકીય આગેવાનો, પત્રકારો એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓની વષૉ વરસાવી હતી. આ પ્રસંગે ડો. નિખિલ ખમાર અને ડો નિયતિ ખમારે સૌ આગંતુકો ને આવકારી આભાર પ્રગટ કર્યો હતો.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related