પાટણ તા. ૨
પાટણ આપ પાર્ટી દ્વારા પાટણ શહેરના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં વેરાઈ ચકલા ચોક થી બગવાડા દરવાજા જવાના જાહેર રસ્તા પર સંગીત શાળાની બહાર કચરો અને કાદવ કીચડ નો કાયમી ધોરણે નિકાલ લાવી “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” નું સૂત્ર સાર્થક કરવા પાટણ નગરપાલિકા પ્રમુખ ને સોમવારે સ્થાનિક વેપારીઓ અને રહીશોના સહી સમર્થન સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ શહેરના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં વેરાઈ ચકલા ચોકથી બગવાડા દરવાજા જવાના જાહેર રસ્તા પર સંગીત શાળા અને તિરુપતિ પ્લાઝાના પાછળના ગેટ બાજુ સૂકો કચરો, ભીનો કચરો, કાદવ કીચડનું અસહનીય સામ્રાજ્ય ફેલાયું છે.
ગંદકીની આજુબાજુ બગવાડા કન્યા અને કુમાર પ્રાથમિક શાળા, બદ્રીનાથ ભગવાનની વાડી, સંગીત શાળા અને અને તિરુપતિ પ્લાઝામાં જાહેર જનતા અને વિદ્યાર્થીઓની રોજની અવર-જવર રહે છે, સાથે જ બગવાડા દરવાજા થી પાટણ શહેરના કોટ વિસ્તાર અને પંચમુખી હનુમાન દાદા ના મંદિરે જવાનો મુખ્ય માર્ગ હોવાથી પણ જાહેર જનતાને ગંદકી માંથી પસાર કરીને જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે, આ કચરાના ઢગલા માં રખડતા ઢોરો નો ઉપદ્રવ હોવાથી રસ્તાની સામે બાજુ લારીગલ્લા, દુકાનદારો,રાહદરીઓ પણ આ રખડતા ઢોરોના આતંકનો ભોગ બની શકે છે.
ગંદકીના ઢગલા માં કેટલાક અજાગૃત લોકો જાહેરમાં શૌચ કરે છે વરસાદી માહોલમાં ગંદકીના ઢગલામાં કાદવ કીચડના લીધે મચ્છર ઉપદ્રવથી મેલેરિયા, ડેન્ગ્યુ સહિત બીમારીઓ ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે ઉપરોક્ત સમસ્યાઓને ધ્યાનમાં લઈને જનહિત, સ્વચ્છતા અને આરોગ્ય હિતને લઈને ઉપરોક્ત સમસ્યા ના નિરાકરણની માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી