fbpx

પાટણનું જગન્નાથ મંદિર ભગવાન પરશુરામજીના સાનિધ્ય માં યોજાયેલા જગતજનની ના આનંદ ના ગરબા થી ગુંજી ઉઠ્યું.

Date:

પાટણ તા. ૯
પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાન ના મંદિર પરિસરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજી ભગવાન ના જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ, શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મંદિર પરિસર ખાતે ત્રિ દિવસીય વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ધાર્મિક ઉત્સવ ના ગુરૂવારના બીજા દિવસે શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાં અને શ્રી પરશુરામ ભગવાન ના સાનિધ્યમાં 51 આનંદના ગરબા મંડળની બહેનો દ્વારા ભવ્ય આનંદ ના ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે પાટણ ની ધર્મપ્રેમી જનતાનું ઘોડાપુર ઉમટયુ હતું અને સૌ ભાવ વિભોર બની જગત જનની ના આનંદ ગરબા ની સંગીત ના સુમધુર સુરો વચ્ચે રમઝટ મચાવી ધન્યતા અનુભવી હતી. આનંદ ગરબાના આ પવિત્ર પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને પાટણની હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિંડિકેટ મેમ્બર અને નગરપાલિકાના સદસ્ય શૈલેષભાઈ મોહનભાઈ પટેલ તરફથી દરેક આનંદ ગરબા મંડળની બહેનોને આનંદના ગરબાની પુસ્તિકા ભેટ અપૅણ કરવામાં આવી હતી.

ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા સમિતિના કન્વીનર અને જગન્નાથ મંદિર ના મેને જિંગ ટ્રસ્ટી તેમજ પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય, વિનોદભાઈ જોશી, અશ્વિન ભાઈ જોશી, હેમંતભાઈ તન્ના સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટ અને શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિના સેવાભાવી ભાઈઓ- બહેનો, વડીલો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રાધનપુર એસટી ડેપોમાં ભચાઉ ખાતે ફરજ બજાવતા એસઆરપી જવાનનું ગરમીનાં કારણે મોત નિપજ્યું..

રાધનપુર પોલીસે લાશનું રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશને...