google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બળાત્કારના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાટણ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો..

Date:

પાટણ તા.૧૪
પાટણ જિલ્લા પોલીસ વડા.ડૉ.રવિન્દ્ર પટેલનાઓની સુચના મુજબ તથા I/C નાયબ પોલીસ અધિક્ષક. કે. કે. પંડ્યા પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો,વચગાળાના જેલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આપેલ સુચના આધારે પાટણ પેરોલ ફર્લો સ્ટાફના માણસો સાથે વાગડોદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મોરવા(હ) જી.પંચમહાલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૨૦૪૮૫/૨૦૨૨ ઈ.પી.કો કલમ.૩૭૬(૨)(એન) ,૫૦૬(૨) તથા પોક્સો એક્ટ કલમ. ૨૦૧૨ની કલમ.૬ વિ.મુજબના કામે નાસતા-ફરતા આરોપી જેસાંગસિંહ ચમનજી ઠાકોર રહે.કિર્મબુવા તા. સરસ્વતી જી.પાટણવાળાઓ નાસતા-ફરતા હોઈ જેઓ કોઈટા મુકામે હાજર હોવાની હાકીકત આધારે સ્ટાફ ના માણસો સાથે સદર હકીકતવાળી જગ્યાએ વોચ માં હતા દરમ્યાન ઉપરોક્ત નાસતા-ફરતા આરોપી મળી આવતા તેઓને કોઈટા મુકામે સી.આર.પી.સી કલમ.૪૧(૧)આઈ મુજબ અટક કરી આરોપી ની આગળની કાર્યવાહી કરવા સારૂ વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત એક સપ્તાહથી મેઘરાજાની થઈ રહેલ મહેર..

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા...

ઉત્તર ગુજરાતનો ભરતી મેળો સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે યોજાયો…

સિદ્ધપુરમાં આયોજિત ભરતી મેળામાં 2438 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ..27...

પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા નું રૂ.૧.૮૨ કરોડ ની પુરાંત વાળુ બજેટ રજૂ કરાયું…

શહેરના તમામ વોર્ડ વિસ્તારને સ્વચ્છ બનાવવા અને ગંદકી ફેલાવતા...