google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પદ્મનાભ મંદિર ના કોટને અડી વધી રહેલા ગેરકાયદેસર ના દબાણો દુર કરવા પાલિકાને લેખિત રજૂઆત કરાઈ..

Date:

પાલિકા એ દબાણો દુર કરવા હૈયાધારણા આપી..

પાટણ તા. ૨૮
પાટણ શહેરના પદ્મનાભ મંદિર ના કોટ ને અડી છેલ્લા કેટલાક સમયથી કેટલાક ઈસમો દ્રારા ગેરકાયદેસર ઝુંપડા બનાવી દબાણ કરતાં હોવાની બાબતને લઈને પદ્મનાભ મંદિર પરિસર ખાતે આવતાં દશૅનાર્થીઓ સહિત વિસ્તારના રહીશો દ્રારા પદ્મનાભ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓનું ધ્યાન દોરતા તેઓએ આ બાબતે પાટણ નગરપાલિકા ને લેખિતમાં રજુઆત કરી આ ગેરકાયદેસર ના દબાણો દુર કરવા જણાવ્યું હતું

પરંતુ પાલિકા દ્વારા આ દબાણો દુર કરવા માટે આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવા માં નહિ આવતા ગુરૂવારે પુનઃ આ દબાણો દુર થવાની જગ્યાએ દબાણો મા વધારો થતાં પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને અવગત કરતાં તેઓએ આ ગેરકાયદેસર ના દબાણો દુર કરવા બાબતે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને હૈયાધારણા આપી હોય પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ દબાણો દુર કરી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરતાં તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માગ પ્રબળ છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી કેમ્પસ મા NCC ના કેડેટ્સ માટે ફાયરીંગ રેન્જની સુવિધા ઉપલબ્ધ બનાવવા ચક્રો ગતિમાન..

યુનિવર્સિટી કેમ્પસ મા NCC ના કેડેટ્સ માટે ફાયરીંગ રેન્જની સુવિધા ઉપલબ્ધ બનાવવા ચક્રો ગતિમાન.. ~ #369News

પાટણ તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ વામૈયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો..

સરસ્વતી તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે મોરપા શાળા ના શિક્ષક...