ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ લોકસભાના ઉમેદવાર અને પાલિકા પ્રમુખ સહિત ભાજપના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા..
પાટણ તા. ૧૫
પાટણ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુડીપી-૮૮) વષૅ ૨૦૨૧-૨૨ ની ગ્રાન્ટ માંથી જુદા જુદા ૧૮ વિસ્તારોમાં સીસી રોડ તેમજ બ્લોક પેવિંગના રૂ. ૧૫૦ લાખના કામો રૂપિયા તથા પાટણ શહેરમાં ૨૮ વિસ્તારોમાં સીસી રોડના રૂ.૧૦૫ લાખના કામો મળીને કુલ રૂપિયા ૨૫૫ લાખના વિકાસ કાર્યોનું શુક્રવારે શહેરના ટીબી ત્રણ રસ્તા અને ગાયત્રી મંદિર પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટી સામે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે પાટણના નગરજનોની સુખાકારી માટે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા હંમેશા તત્પર રહી વિકાસના કામોને વેગવાન બનાવી રહી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે શહેરના વિવિધ વિકાસના કામો વેગ વંતા બનાવવા સરકાર દ્વારા મળેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ માંથી આજે વિકાસ કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ શ્રીમતી હીરલબેન અજયભાઈ પરમાર, ઉપપ્રમુખ હીના બેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, મનોજ પટેલ, ધનશ્યામ પટેલ સહિત વિવિધ શાખાના ચેરમેનો સહિત પાલિકા સ્ટાફ અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી