google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ યુનિવર્સિટીના કુલપતિ પદે પ્રો.કે.સી.પોરીયા અને રજીસ્ટાર પદે ની ડો.રોહિત દેસાઈ એ વિધિવત ચાજૅ સંભાળ્યો.

Date:

પાટણ તા.૧૪
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કાયમી કુલપતિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્રના વડા કિશોરકુમાર છગનલાલ પોરીયા ની ગુજરાતના રાજયપાલ દ્રારા કરવામાં આવેલ વરણી બાદ શુક્રવારે વિધિવત રીતે તેઓએ ૧૨.૩૯ કલાકના શુભમુહૅત મા પોતાના કુલપતિ તરીકે નો ચાજૅ સંભાળ્યો હતો.

તો યુનિવર્સિટી ના કા્.કુલપતિ તરીકે પ્રશંસનીય સેવા બજાવનાર ડો. રોહિત દેસાઈએ પણ યુનિવર્સિટી ના રજીસ્ટાર તરીકે નો ચાજૅ વિધિવત રીતે સંભાળતા બન્ને યુનિવર્સિટી પરિવાર દ્વારા આવકારી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે તેમજ યુનિવર્સિટીના રજીસ્ટાર પદે ચાર્જ ગ્રહણ કરનાર બંને શિક્ષણ માધંતાઓએ પ્રથમ ઐતિહાસિક અને શૈક્ષણિક સંસ્કારી નગરી ના યુનિવર્સિટી કેમ્પસ ને નમન કરી માં સરસ્વતીની પૂજા અર્ચના સાથે પોતાનો હોદ્દો ગ્રહણ કરી યુનિવર્સિટી સ્ટાફ ને પરિવાર જાણી યુનિવર્સિટી ના વિકાસ ને વેગવંતો બનાવવાની સાથે યુનિવર્સિટીના પ્રશ્નો સહિત કમૅચારી ઓના પ્રશ્નોના નિરાકરણ ને પ્રાથમિકતા આપવાની તત્પરતા દશૉવી સૌનો આભાર વ્યકત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વનીકુલપતિ ના અધ્યક્ષ પદે ઉજવણી કરાઈ…

આજે ઈસરોએ અવકાશ ક્ષેત્રે ભારતને ગૌરવ પ્રદાન કર્યુ છે...