fbpx

પાટણ જિલ્લાના EVMs, VVPATs અને PB Strong Room નું જિલ્લા ચુંટણી અધિકારી એ નિરીક્ષણ કર્યું…

Date:

પાટણ તા. ૧૯
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 ને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં મતદાનની તા.07/05/2024 નક્કી કરવામાં આવેલ છે. તેમજ મત ગણતરીની તા.04/06/2024 ની નક્કી કરવામાં આવેલ છે. ત્યારે ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓના ભાગરૂપે મંગળવારે પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી એવમ કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા જિલ્લાના EVMs, VVPATs અને PB Strong Room ની મુલાકાત લેવામાં આવી હતી.

આગામી લોકસભાની ચૂંટણીને લઈને મતદાન સમયે કોઈપણ રીતે કોઈ કચાશ ન રહી જાય તે માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા 16 રાધનપુર , 17 ચાણસ્મા તથા 18 પાટણ વિધાનસભા કક્ષાના EVMs, VVPATs અને PB Strong Room ની મુલાકાત લઈને તૈયારીઓ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

જિલ્લા ચૂંટણી અધિકારીએ ફરજ પરના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતીમાં હાલમાં ચાલતી તૈયારીઓ અંગનો તાગ મેળવી EVMs, VVPATs અને PB Strong Room ની મુલાકાત લઈ જરૂરી સુચનો સાથે માગૅ દશૅન પુરૂ પાડયું હતું. જિલ્લા ચુંટણી અધિકારી ની મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.પી.ઝાલા, તેમજ પ્રાંત અધિકારીઓ સહિત ફરજ પરના કમૅચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી મા NSS કો-ઓર્ડીનેટરની ભરતી માટે પસંદગી પામેલા 10 ઉમેદવારો ના ઈન્ટરવ્યુ યોજાયા..

પાટણ તા. 2હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં NSS કો-ઓર્ડીનેટર ની...

ભારે વરસાદના કારણે બે સભ્યો હાજર ન રહી શકતા યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મુલત્વી રખાઈ..

પાટણ તા. ૨૯પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિના...