પાટણ તા. ૨૧
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 21 માર્ચ 2024ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ અને વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમાં 200થી વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા આંતર રાષ્ટ્રીય વન દિવસ નો ઉદેશ્ય તમામ પ્રકારના જંગલોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વૃક્ષારોપણ અભિયાનને પ્રોત્સાહિત કરવાનું છે. પછી સાયન્ટિફિક-શો ના માધ્યમથી ડાઉન સિન્ડ્રોમ અને તેના લક્ષણો વિશે સહભાગીઓને સમજાવ વા માં આવ્યા હતા.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે જંગલો એ વિશ્વની ખૂબ જ મહત્વપૂર્ણ ઇકો સિસ્ટમ છે, પૃથ્વી પર જીવન છોડ વિના શક્ય નથી અને તેથી આપણે તમામ પ્રકારના જંગલોનું રક્ષણ કરવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડાઉન સિન્ડ્રોમ એ એક આનુવંશિક વિકાર છે જે અસર ગ્રસ્ત વ્યક્તિમાં માનસિક અને શારીરિક બંને પડકારોનું કારણ બની શકે છે. એટલે પ્રારંભિક હસ્તક્ષેપ અસર ગ્રસ્ત બાળકમાં સમસ્યાનું મેનેજ કરવામાં મદદ કરી શકે છે.
અહેવાલ યશપાલ સ્વામી