google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ચાણસ્મા ના બ્રાહ્મણ વાડા ગામે હોળીના દિવસે 11 મહિલાઓ એ પરંપરા ગત પોતાના બાળકના સ્વાસ્થ્ય માટે દોડ લગાવી…

Date:

700 વર્ષથી ચાલી આવતી પરંપરાની નિભાવવા વિદેશમાં રહેતી મહિલાઓ પણ દોડમાં જોડાઈ..

પાટણ તા. ૨૪
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણ વાડા ગામે હોળીના દિવસે પ્રથમ પુત્ર ની પ્રાપ્તી કરનાર મહિલાઓ ખુલ્લા પગે હાથમાં ત્રિશૂલ-નારિયેળ સાથે દોટ મૂકવાની અને આ દોટમાં જે મહિલા પ્રથમ આવે તેનો પુત્ર આજીવન નીરોગી રહે એવી વર્ષોની પરંપરાગત માન્યતા આજની તારીખે પણ હોળીના દિવસે મહિલાઓ દોડ લગાવી જાળવી રહ્યાં છે.
હોળી ના પવિત્ર દિવસે અમેરિકા,કેનેડા સહિત વિદેશમાં રહેતી માતાઓ પણ આ દોડમાં આવી પોતાના ગામની પરંપરાને નિભાવી રહ્યા હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. પોતાના બાળકો ના સારા આરોગ્ય ની કામના સાથે પાટણના બ્રાહ્મણવાડામાં 700 વર્ષ જૂની ચાલી આવતી પરંપરા હોળીના દિવસે નિભાવવામાં આવી હતી જેમાં બાળકના આજીવન નીરોગી સ્વાસ્થ્ય માટે માતા 1 કિલોમીટર લાંબી દોટ મૂકી આ અનોખી પરંપરા છેલ્લા 700 વર્ષથી હોળીના દિવસે જ ઉજવવામાં આવે તેની માન્યતા છે

પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે દર વર્ષની પરંપરા મુજબ પ્રથમ પુત્ર હોય તેવી જનેતાઓ ની અનોખી દોડ રવિવારે બપોરે હોળીના દિવસે યોજાઈ હતી. પ્રથમ આવનાર મહિલાનો પુત્ર આજીવન તંદુરસ્ત અને મજબૂત બને તેવી માન્યતા છે. ત્યારે રવિવારે ખરા બપોરે 37 ડિગ્રી તાપમાન વચ્ચે જનેતા ઓએ પોતાના પુત્રની તંદુરસ્તી માટે ગામમાં ગોગા મહારાજના મંદિરથી ગામના કુળદેવી વેરાઈ માતાના મંદિર સુધી દોઢ કિલોમીટર ખુલ્લા પગે દોડ લગાવી હતી. આ માનતા પુણૅ કરવા અમેરિકા, કેનેડા સહિત વિદેશથી પણ બાળક ની જેમ માટે લોકો પોતાના વતન આવ્યા હતા.

દોડ પૂર્વે ગોગા મહારાજના મંદિર ખાતે મહિલા ઓ ગોગા મહારાજ દર્શન કરી આર્શીવાદ લે છે. ત્યારબાદ પૂજારી દ્વારા આ મહિલાઓના હાથ બાધી શ્રીફળ, સાંકળ અને ત્રિશુલ આપવા માં આવે છે. ત્યારબાદ માતાઓની દોડ શરૂ થાય છે. જેમાં આ વર્ષે 11 માતાઓએ પોતાના બાળકો ના સ્વસ્થ માટે દોડ લગાવી હતી. જેમાં માતા દોડતા દોડતા થાકી જાય છે તો કયાંક પડી જાય છે. તેમ છતાંય હિંમત હાર્યા વગર વેરાઈ માતાજીના મંદિરે પહોંચી પુત્રના સારા સ્વાસ્થ માટે માતાજીના આર્શીવાદ મેળવે છે. બ્રાહ્મણ વાડા ગામના વસવાટ સમયથી આ પરંપરામાં માતાઓ ઓની સાથે સ્નેહીજનો અને પરિવાર ની અન્ય મહિલા ઓપણ દોડમાં જોડાય છે. જેમાં પ્રથમ આવનાર જનેતાનો પુત્ર આજીવન તદુરસ્ત રહેતો હોય તેવી માન્યતાઓ છે. આ અનોખી દોડ જોવા ગામે ગામથી લોકો આવીને આ દોડનો આનંદ લે છે.બ્રાહ્મણવાડા ગામમાં છેલ્લા 700 વર્ષથી આ પરંપરાગત ચાલી આવે છે જે પરંપરા આજે પણ ગામમાં હર્ષોલ્લાસ સાથે ઊજવાય છે. કેમ કે, વડીલોની આ પરંપરા સાથે સંતાનના સારા સ્વસ્થ માટે આ પરંપરા જાળવી રાખી છે. બ્રાહ્મણવાડા ગામના ધીરુભાઈ ચોધારીએ જણાવ્યું હતુ કે, વર્ષોથી પરંપરા છે. જે માતાને પ્રથમ પુત્ર હોય તે માતા પોતાના બાળકના સ્વાસ્થ્ય અને નિરોગી રહે તે માટે દોડ લગાવે છે. પ્રથમ આવનાર મહિલા મમતાબેન વિવેકકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા પુત્રનું આજીવન સ્વાસ્થ્ય અને નિરોગી રહે તે માટે દોડ લગાવી હતી. અમેરિકા થી આવેલ મોનીકા ચૌધરીએ જણાવ્યું હતું કે 700 વર્ષ જૂની પરંપરા છે.

જેમાં મેં મારા પુત્ર ના સ્વાસ્થ માટે દોડ લગાવી હતી જેમાં મારો બીજો નંબર આવ્યો છે આ સાથે ફાગણ સુદ બીજના દિવસથી મુહૂર્ત જોવડાવવામાં આવે છે. ત્યારબાદ જે દિવસનું મુહૂર્ત હોય તે દિવસે 45 કિલો ધીની સુખડી બનાવવામાં આવે છે. આખા ગામમાં 400 ઘર આવેલા છે જ્યાં ઘર દીઠ 250 ગ્રામ સુખડી વેચવામાં આવે છે અને બાકીની મહેમાનોને આપવામાં આવે છે. ત્યારબાદ પુનમના દિવસે દોડ લગાવવામાં આવે છે. આ વર્ષે 11 માતાઓ એ દોડ લગાવી હતી. ત્યારબાદ આ દોડ પુરી થાય પછી હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યાં દિકરાઓના કાકા તે બાળકને લઈને પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ ખજૂર વેચી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બીપોરજોય વાવાઝોડાના પગલે પાટણ મા ગરીબમુસ્લિમ પરિવારના ઘરના પતરા ઉડયા..

તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી ગરીબ મુસ્લિમ પરિવારને...

પાટણના ડેર ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો ડિગ્રી વગરના ડોક્ટર ઝડપાયો..

પાટણ તા. 24 પાટણ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચડા...

પાટણ ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ની સત્યાપન બેઠક યોજાઈ..

પાટણ ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની સત્યાપન બેઠક યોજાઈ.. ~ #369News

દિયોદર થી ત્રણ ટ્રેક્ટર અને 500 ખેડૂતો સાથે નીકળેલ ન્યાય યાત્રા નું પાટણમાં આગમન..

ખેડૂતને થપ્પડ મારવાના મામલે ધારાસભ્યનું સરકાર દ્વારા રાજીનામું નહીં...