google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે ભાદરવા સુદ પૂનમની માતાજીની અસવારી નીકળી..

Date:

પાટણ તા. ૨૫
ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે પાટણ શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે માતાજીની અસવારી સહિત ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતેથી સાંજે 5:15 કલાકના શુભ મુહૂર્તમાં માતાજીની ભક્તિ સંગીતના સુરો વચ્ચે બજરંગ યુવક મંડળના યજમાન પદે ભવ્યાતિ ભવ્ય અસવારી નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટણ મોઢ મોદી ધાચી સમાજના પરિવારજનો સાથે શ્રી બાળા બહુચર માતાજી વ્યવસ્થાપક સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા.

માતાજીની અસવારી માતાજીના મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામીને મંદિર સંકુલમાં પરિભ્રમણ કરી નિજ મંદીરે સંપન્ન બની હતી. અસવારી સંપન્ન બન્યા બાદ માતાજીની મહા આરતી,પૂજા અને અર્ચના સાથે ઉપસ્થિત ભક્તજનો એ પ્રસાદ ગ્રહણ કરી માતાજીના આશીર્વાદ સાથે ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ મહિલા સમિતિ દ્વારા સમાજની બહેનોને આત્મ નિર્ભર બનાવવા નિશુલ્ક બ્યુટી પાર્લર કોર્સનો પ્રારંભ કરાયો…

બ્યુટી પાર્લર કોર્સના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા કે.સી.પટેલે બહેનોને...