fbpx

હારીજ ચાણસ્મા હાઈવે માગૅ પરથી પસાર થતું કન્ટેનર રોડ સાઈડ પાકૅ કરેલ કાર પર પટકાયું…

Date:

પાટણ તા. 9
પાટણ જિલ્લા ના હારીજ ચાણસ્મા હાઇવે માગૅ પર આવેલ શબરી પ્લાઝા પાસે મંગળવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં માગૅ પરથી પસાર થઇ રહેલ હેવી કન્ટેનર રોડ ના વળાંક પરના ખાડામાં પટકાતાં કન્ટેનર રોડ સાઈડ પાકૅ કરેલ કાર પર પડતા કારને નુકસાન થવા પામ્યું હતું. જોકે પાકૅ કરેલ કારમાં કોઈ બેઠેલ ન હોય જાનહાની ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અકસ્માત ના પગલે હારીજ ચાણસ્મા હાઇવે માગૅ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતા અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થતાં પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિકને હળવો કરી અકસ્માત ગ્રસ્ત કાર અને રોડ પર પલટી મારી ગયેલ કન્ટેનરને ખસેડવા ની તજવીજ હાથ ધરી હતી.

આ અકસ્માત ની પોલીસ દફતરે ફરિયાદ નોધાઈ હોવાનું જાણવા મળ્યું નથી પરંતુ આ વિચિત્ર અકસ્માત ની ધટના હાઈવે પર ના સીસીટીવી કેમેરા મા કેદ થવા પામી હોય આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

નારી શક્તિ વંદન અધિનિયમ-2023 ને આવકારતા ડો.રાજુલ દેસાઈ…

પાટણ તા. 23 ભારત સરકારના નવા પાસ થયેલ નારી...

પાટણ શહેરના નગરજનો ને ટુક સમય માં સસ્તી મીની સીટી બસની સુવિધા ઉપલબ્ધ બનશે..

પાટણ શહેરના નગરજનો ને ટુક સમય માં સસ્તી મીની સીટી બસની સુવિધા ઉપલબ્ધ બનશે.. ~ #369News #City bus #PATANNAGARPALIKA