fbpx

ધૂળેટી પવૅ નિમિત્તે જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા વાદી વસાહતમાં ખજૂર નું વિતરણ કરાયું…

Date:

પાટણ તા. ૨૭
જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ – શંખેશ્વર પરિવાર દ્વારા અનેક વિધ સેવાકિય,શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરી આગવી નામના પ્રાપ્ત કરી છે ત્યારે હોળી ધુળેટીનાં પાવન પર્વ નિમિતે વાદી વસાહતમાં રહેતા પરિવારજનોને ખજૂર વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકિય પ્રવૃતિ કરતાં જન મંગલ સેવા ટ્રસ્ટના સ્થાપક કર્મ વિરાંગના જીજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું કે ઈશાવાસ્ય ઉપનિષદ ‘ તેન ત્યક્તેન ભુંજિથા ત્યાગીને ભોગવવાની જે સંકલ્પના રજૂ કરે છે એનો મુખ્ય હાર્દ આપણા જીવનની આવી નાની નાની પરોપકારી પ્રવૃત્તિઓમાં સમાયેલ છે. હોળી ધુળેટીની સાર્થકતા પણ આવી સેવાકિય પ્રવૃતિમાં સમાયેલી છે કે જ્યાં અભાવો વચ્ચે ભાવ પ્રગટ કરવામાં આવે..
.

ખજૂર મીઠાસનું પ્રતિક છે. કોઈ ગરીબની ઝુંપડીમાં જઈને જ્યારે આપણે આ મીઠાસ આપીએ છીએ ત્યારે હકિકતમાં આપણા હ્રદયનો ભાવ પણ સમર્પિત કરીએ છીએ. હોળી માત્ર કોઈ ગામના પાદરમાં કે સોસાયટી ના નાકે જ પ્રગટતી નથી હોતી, એ તો અનેક હૈયાના ખૂણે પ્રગટેલી હોય છે આસપાસ નજર કરજો ઘણાં બાળકો એવા હશે, જેમની આંખોની ચમક તમને જીવાડી દેશે. આ મીઠાસ સૌના જીવનમાં ધુળેટીના રંગો લઈને આવે તેવી જન મંગલ સેવા ટ્રસ્ટ પરિવાર શંખેશ્વર દ્વારા શુભકામના પાઠવવા માં આવી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી માપોલેન્ડ થી ઇન્ટનૅશીપ કરવા આવેલી બે વિધાર્થીનીઓને સર્ટીફીકેટ આપી હુંફાળું વિદાયમાન અપાયું

પાટણ તા. 5 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલેન્ડથી...

તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 26 જુલાઈ ના રોજ વિવિધ મામલતદાર કચેરી ખાતે યોજાશે..

તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 26જુલાઈના રોજ વિવિધમામલતદાર કચેરી ખાતે યોજાશે.. ~ #369News