પાટણ તા. ૨૮
મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. લોકશાહીનાં આ અવસરમાં વધુને વધુ લોકો મતદાન કરીને સહભાગી બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આગામી તા.7 મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદાન જાગૃતિના ભાગરૂપે પાટણ જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
ગુરૂવારે પાટણ જિલ્લાના આઇ.ટી.આઇ રાજપુર ખાતે રોજગાર કચેરી પાટણ અને નોડલ આઈ.ટી.આઈ ના નેતૃત્વ હેઠળ ITI રાજપુરના વિદ્યાર્થીઓએ મતદાન અચુક કરવા માટેના શપશ ગ્રહણ કર્યા હતા. આઈ ટી આઈ ના વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓએ અચુક મતદાન કરવા અને કરાવવા માટેના શપથ ગ્રહણકયૉ હતા.
અહેવાલ યશપાલ સ્વામી