પાટણ તા. ૨૮
મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. લોકશાહીનાં આ અવસરમાં વધુને વધુ લોકો મતદાન કરીને સહભાગી બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આગામી તા. 07. 05. 2024 ના મતદાન થવાનું છે ત્યારે મતદાન જાગૃતિના ભાગરૂપે પાટણ જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સાંતલપુર તાલુકાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિનાં ભાગ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદ્રા અને દૈસર ગામે મતદાન જાગૃતિ માટે માતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તેઓને મતદાનના દિવસે દરેક કામ મુકીને અવશ્ય મતદાન કરવા માટે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ કિશોરીઓ દ્વારા આંગણવાડી વિસ્તારના ફળિયામાં રેલી કાઢીને સુત્રોચ્ચાર સાથે લોકોને મતદાન કરવા માટે પ્રરીત કરવામાં આવ્યા હતા.
કિશોરીઓ દ્વારા ‘મારો મત મારૂ ભવિષ્ય’, ‘મત બદલતા હે વક્ત’, ‘તમારૂ મતદાન લોકતંત્રનો છે પ્રાણ’, વગેરે સ્લોગનોના બેનર હાથમાં લઈને સુત્રોચ્ચાર કરીને રેલી દ્વારા લોકોને મતદાન અવશ્ય કરવા માટે પ્રેરીત કરવામાં આવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી