google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ લોકસભા મા ચૂંટણી લક્ષી કામગીરી માટે 1425 પોલીંગ ઓફીસર, 1404 પ્રિસાઈડીંગ ઓફિસર અને 147 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરનો તાલીમ વર્ગ યોજાયો…

Date:

તાલીમ વર્ગોની મુલાકાત લઇ પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી માર્ગદર્શીત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી..

પાટણ તા. ૨૯
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 03-પાટણ સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ પાટણ જિલ્લાના 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ તથા 19-સિદ્ધપુર મતદાર વિભાગનું મતદાન તા.07/05/2024 ના રોજ યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કા વાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લાના 16- રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ તથા 19-સિદ્ધપુર મતદાર વિભાગના ચૂંટણી સાથે સંકળાયેલા 1404 પ્રિસાઈડીંગ ઓફિસરશ્રી, 1425 પોલીંગ ઓફીસર, અને 147 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારીની રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા.

આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સુપરવાઇઝરની કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા, રજીસ્ટરમાં તેની નોંધણી, મતદાન પ્રક્રિયા, જેવી તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને તાલીમ વર્ગોની મુલાકાત લઇ પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગ દર્શન પણ આપ્યું હતું. જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામ ગીરી માંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટીબધ્ધતા દર્શાવી હતી. તાલીમ વર્ગમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.પી.ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓએ મુલાકાત કરી તાલીમનું નિરિક્ષણ કર્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ મા રોમિયોગીરી કરતા યુવાનોને નસિયત કરવા મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો..

પોલીસ દ્વારા રોમિયોગીરી કરતા યુવાનો સામે કડક કાર્યવાહી કરવાની...

પાટણ ખાતે ધલો ઓફ અંડર સ્ટેન્ડીગ વિષય પર વ્યાખ્યાન માળા યોજાઈ.

રોટરી કલબ પાટણ અને એ- સ્કેવર ના સંયુક્ત ઉપક્રમે...

હારીજના અડિયા ગામે યોજાયો ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ..

પાટણ તા. 27 "મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત...