કોંગ્રેસ અગ્રણી પ્રવિણસિંહ વાઘેલા સહિતના સમર્થકોને ભરતસિંહડાભી અને લવિંગજી ઠાકોર સહિત આગેવાનોએ કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા..
પાટણ તા. ૩૦
આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે ત્યારે પાટણ લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ઠેર ઠેર થી સુંદર આવકાર સાપડી રહ્યો છે અને લોકસભા મત વિસ્તારના દરેક ગ્રામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભાજપનો ઉમેદવાર શ્રી ડાભીની જાહેર સભામાં ઉપસ્થિત રહી તેઓનું સ્વાગત સન્માન કરી 5 લાખથી વધુની લીડ થી તેઓની જીત નિશ્ચિત હોવાનો હુકાર કરી ખુલ્લુ સમર્થન આપી રહ્યા છે. પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથકના ચોરાડ વિસ્તારમાં શનિવારે આયોજિત કરાયેલી ભરતસિંહ ડાભી ની જાહેર સભામાં આ વિસ્તારના આગેવાન અને વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલા પ્રવિણસિંહ વાઘેલા પોતા ના વિશાળ સમર્થકો સાથે પંજાને પડતો મૂકી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ને સમથૅન આપી કેસરીયો ધારણ કરતાં સમગ્ર સભા કેસરીયા રંગે રંગાયુ હતું.
કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં પ્રવેશ કરનારા પ્રવિણસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણીમાં પાટણના ભાજપના સાંસદ તરીકે ના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી તો ભાજપમાં પ્રવેશ કરનાર પ્રવિણસિંહ વાઘેલા સાહિતના સમર્થકોનું ભરતસિંહ ડાભી સહિત વિસ્તાર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, વિધાનસભા પ્રભારી ગુમાન સિંહ ચૌહાણ, વિધાનસભા સંયોજક ડો.દેવજીભાઈ પટેલ તથા રાધનપુર-સાંતલપુર તાલુકા ના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા તમામને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી આવકાયૉ હતા.
અહેવાલ યશપાલ સ્વામી