fbpx

અમેરિકામાં લો માં પીએચડી કરવાની ઈચ્છા ધરાવતા પાટણના યુવાન નું અમેરિકાના માર્ગ પર અકસ્માતમાં મોત…

Date:

પાટણ તા. ૩૦
અમેરિકા ખાતે મોલ માં નોકરી કરતો અને વોકીંગ માટે પોતાના મિત્ર સાથે તા.૧૭ મી ના રોજ અમેરિકા ના માગૅ પરથી પસાર થઇ રહેલા પાટણ શહેરના મોટી સરાઈ વિસ્તારમાં રહેતા દિનકર કનૈયાલાલ સિયોલા નામના યુવાન ને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા તેનું ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.ત્યારે પાટણના યુવકની લાશને પ્લેન મારફતે અમેરિકા થી અમદાવાદ અને અમદાવાદ થી પાટણ ખાનગી વાહન મારફત તેમના નિવાસ સ્થાને શુક્રવારે મોડી રાત્રે લાવવામાં આવી હતી અને તેની અંતિમ વિધિ શનિવારે કરવામાં આવતાં મૃતકની પત્ની અને તેના બે બાળકો સહિત પરિવાર
જનોમાં અને બહોળા મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઘટના ની મૃતક દિનકર સિયોલા ના કાકા હિતેશભાઈ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ શહેરના મોટીસરા વિસ્તારમા રહેતા તેમના ભત્રીજા દિનકર કનૈયાલાલ સિયોલા ને અમેરિકા ના મેલાગૌડા સીટી મા આવેલ ટેકસાસ મોલ ચલાવતા તેના મિત્ર કરીમભાઈ એ ૧૦ વષૅ ના વિઝીટર વિઝા ઉપર તા. ૪ ઓકટોબર ૨૦૨૩ રોજઅમેરિકા બોલાવી તેમના મોલમાં નોકરી આપી હતી. ત્યારે ગત તા. ૧૭ માચૅ ના રોજ દિનકર પોતાના મિત્ર સાથે વોકીંગમાં નિકળતા અમેરિકા ના માર્ગ પરથી પસાર થતાં કોઈ અજાણ્યા ટ્રક ચાલકે દિનકર અને તેના મિત્રને પાછળથી ટક્કર મારતા દિનકર ને ગંભીર ઈજાઓ પહોચવાના કારણે તેનું ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

જયારે તેના મિત્ર ને મૃતક દિનકરે અકસ્માત સમયે ધકકો મારી માગૅ પરથી દુર કરતાં તેને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. અમેરિકાનાં ટેક્સાસ સ્ટેટ નાં પલેસિયસ શહેરમાં અકસ્માતની બનેલી આ ઘટના ની જાણ તેના અમેરિકા સ્થિત મિત્ર કરીમભાઈ ને થતાં તેઓએ મૃતક દિનકર ના મૃતદેહ ને પાટણ મોકલવા માટે તમામ પ્રકારની પ્રોસેસ પૂણૅ કરી દિનકર કનૈયાલાલ સિયોલા ની લાશને અમેરિકા થી અમદાવાદ સુધી પ્લેનમાં પહોચાડી શુક્રવારે પરિવાર જનોએ અમદાવાદ એરપોર્ટ પર થી લાશનો કબ્જો મેળવી મોડી રાત્રે પાટણ સ્થિત મોટી સરાઈ વિસ્તારમાં તેના નિવાસ સ્થાને ખાનગી વાહન મારફતે લાવી શનિવારે સવારે તેની અંતિમ વિધિ કરવામાં આવતા મૃતક દિનકર ની પત્ની શશીબેન, દિકરી રેટીના અને પુત્ર પ્રહર સહિત પરિવારજનો સાથે તેના બહોળા મિત્ર વર્તુળ મા શોકની કાલિમા સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

મૃતક દિનકરે પાટણ મા એલએલબી અને એલ એલએમ નો અભ્યાસ કરેલ હોય તેની તમન્ના અમેરિકામા લો મા પીએચડી કરવાની હોવાથી તે અમેરિકા ગયો હોવાનું મૃતક દિનકર ના કાકાએ જણાવ્યું હતું.તો દિનકર મોબાઈલ મા રિલ્સ બનાવવાનો પણ શોખીન હોવાનું જણાવી દિનકર ની પત્ની શશીબેન પણ પાટણ નોટરી એડવોકેટ હોવાનું અને પુત્રી રેટીના ધો. ૬ મા અને પુત્ર પ્રહર ધો.૪ મા અભ્યાસ કરતો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. અમેરિકામાં માર્ગ અકસ્માતમાં પાટણના યુવાનના મોતની ઘટના સાથે અમેરિકામાં રહેતા મુસ્લિમ મિત્ર દ્વારા મૃતકની લાશને પાટણ પહોંચાડવામાં કરેલી મિત્ર સેવા કોમી એકતાના પ્રતીક સમી બની હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ APMC ની ખેડૂત વિભાગની ઔપચારિક યોજાયેલી ચૂંટણીમા BJP પેનલ નો વિજય…

ચૂંટણી પૂર્વે ભાજપ પેનલ ને સમર્થન આપનાર ઉમેદવારને એક...