પાટણના નવા બસ સ્ટેન્ડ મા મુસાફર જનતાના માલ સામાન સહિત મોબાઇલ ચોરી સાથે પીક પોકેટીગ ના વધતાં બનાવો..

પાટણ તા. ૨
પાટણના નવા એસટી બસ ડેપો પરથી અવાર નવાર મુસાફરોના માલસામાનની ઉઠાંતરી તેમજ મોબાઇલ ચોરી સાથે કિંમતી ચીજ વસ્તુઓ ની ચોરી થતાં હોવાના બનાવો બનતાં હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોધાતા કિસ્સા પ્રકાશ મા આવી રહ્યાં છે. ત્યારે આવોજ એક પીક પોકેટીગ નો બનાવ ગતરોજ પાટણ થી ડીસા જવા માટે બસમાં ચડતાં ડીસા ના મુસાફર સાથે બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં લગાવેલ સીસીટીવી કેમેરા બંધ ચાલુ રહેતાં હોવાની સાથે આ વિસ્તારમાં એસટી વિભાગ કે પોલીસ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નહિ બનાવતા અવારનવાર બસ સ્ટેન્ડ વિસ્તારમાં મુસાફરો ના માલસામાન સહિત કિમંતી ચીજવસ્તુઓ, મોબાઇલ અને પીક પોકેટીગ ના બનાવોને અંજામ આપતા તત્વો પોતાનો કસબ અજમાવી મુસાફરોને મુશ્કેલીઓ મા મુકતા હોય છે ત્યારે ગતરોજ બનાસકાંઠા ના ડીસા શહેરના સુંદરમ બંગ્લોઝ મા રહેતા રમેશભાઈ પુનડીયા નામનો મુસાફર પાટણ થી ડીસા જતી બસમાં ચડવા જતાં કોઈ અજાણ્યા પીક પોકેટીગ ના માહિર શખ્સે તેમના ખિસ્સા માથી પાકિટ સેરવી ફરાર થતાં અને આ બાબતની જાણ રમેશભાઈ પુનડીયા ને થતાં તેઓ હાફળા ફાફળા બન્યાં હતાં.

રમેશભાઈ પુનડીયા ના પાકિટ મા રોકડ રકમની સાથે સાથે તેમના જરૂરી ડોકયુમેન્ટ પણ હોય તેઓએ આ બાબતે પાટણ બી. ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા પીક પોકેટીગ કરનાર શખ્સ સામે લેખિતમાં અરજી આપી પોલીસ ને તપાસ કરવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પાટણના નવા બસ સ્ટેન્ડ વિસ્તાર માં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા આવા બનાવોને અટકાવવા એસટી વિભાગ ના અધિકારી ઓ સહિત પોલીસ તંત્ર દ્વારા ખાનગી વોચ ગોઠવી આવા અસામાજિક તત્વોને ઝડપી નસિયત કરવામાં આવે તેવી મુસાફર જનતાની માગ પ્રબળ બની છે.