google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ નો વાર્ષિકોત્સવ-૨૦૨૪ યોજાયો..

Date:

પાટણ તા. ૨૨
સંપકૅ, સહયોગ, સંસ્કાર, સેવા અને સમપૅણ ના સુત્રો સાથે રાષ્ટ્ર પ્રતિ સમર્પિત ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ દ્ધારા વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે પ્રતિબધ્ધ બની વિવિધ સેવાઓની સાથે સાથે સંસ્કારલક્ષી કાર્યો તેમજ પારિવારીક ભાવનાને સાકાર કરતા કાર્યક્રમો યોજી આગવી નામના પ્રાપ્ત કરી છે.

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા સંસ્થાનો વાર્ષિકોત્સવ-૨૦૨૪ સમારંભ પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના કુલપતિ ડૉ. કિશોરકુમાર સી. પોરીયા ના અધ્યક્ષ પદે શનિવારની ઢળતી સંધ્યા એ શહેરના જે. જે. પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. સંસ્થાના વાર્ષિકોત્સવ-૨૦૨૪ ના આ કાર્યક્રમમાં નવા વષૅ ના પ્રમુખ, ખજાનચી, મંત્રી સહિત વિવિધ પ્રકલ્પો ના સભ્યોની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી.

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા ના વષૅ ૨૦૨૪ ના પ્રમુખ પદે પાટણ ઝવેરી બજાર એસોસિએશન ના યુવા પ્રમુખ ભાગૅવભાઈ ચોકસી ની વરણી કરવામાં આવી હતી તો ખચાનચી પદે ઘનશ્યામભાઈ ત્રિવેદી, મંત્રી પદે અલ્પેશભાઈ પટેલ સહિત વિવિધ પ્રકલ્પો ના ચેરમેન, સભ્યો ની કુમકુમ તિલક અને સંસ્થા ની પિન પહેરાવી સમૂહમાં સપથ ગ્રહણ સાથે સવૉનુમતે વરણી કરાતા ઉપસ્થિત સૌ મહાનુભાવો સહિત ના સભ્ય પરિવારોએ વષૅ ૨૦૨૪ ની ટીમને તાળીયો ના ગડગડાટ થી વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

તો વષૅ ૨૦૨૩ દરમ્યાન સફળ રીતે કરાયેલા વિવિધ પ્રકલ્પો બદલ તેના ચેરમેનોને ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે મોમેન્ટ સ્વરૂપે ભગવાન શ્રી રામની મૂર્તિ અપૅણ કરી સન્માનિત કરાયા હતાં. ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ ના વાર્ષિકોત્સવ ૨૦૨૪ ના આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા યુનિવર્સિટી કુલપતિ ડો. કિશોરભાઈ પોરિયા એ સંસ્થા ની વષૅ દરમ્યાન કરાતી અને વષૅ દરમ્યાન કરવામાં આવનાર વિવિધ સેવાકીય પ્રવૃતિઓની સરાહના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવો મા પાટણ બિલ્ડર એસો. ના ખજાનચી ઉત્કર્ષભાઈ પટેલ, અવની હોસ્પિટલ ના ગાયનેકોલોજિસ્ટ ડૉ. દીપ વ્યોમેશભાઈ શાહ, ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉતરના કોર કમીટી સદસ્ય દિનેશભાઈ વોરા, પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પણ પ્રસંગોચિત ઉદબો ધન કરી ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાની કાયૅ પ્રણાલીને બિરદાવી હતી. શહેર ના જે. જે. પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ પરિવારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના તમામ તાલુકામાં સ્વસહાય જૂથોની બહેનોએ મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા..

પાટણ તા. ૨૫પાટણ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા હાલમાં મતદાન...