fbpx

પાટણ એ ડિવિઝનના કોન્સ્ટેબલે અને તેનો સાગરીત રૂ.10 હજારની લાંચ લેતા એસીબી ના રંગે હાથ ઝડપાયા..

Date:

પાટણ તા. ૩
પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આમૅ કોન્સ્ટેબલ અને પોલીસ સ્ટેશન સામે ચાની લારી ચલાવતા તેના સાગરીતને ગાંધીનગર એસીબી ટીમે રૂ. 10 હજારની લાંચ લેતાં આબાદ ઝડપી લેવાની ધટનાને પગલે એ ડિવિઝન પોલીસ સહિત સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

તો લાંચ લેતા ઝડપાયેલા આમૅ કોન્સ્ટેબલ અને તેના સાગરીત ની અટકાયત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ ફરીયાદી એક જાગૃત નાગરીક પાસે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમૅ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હિતેશભાઇ હરગોવિંદભાઇ દેસાઈ બ.નં.૧૧૩૭, રહે.ગામ શંખારી, તા.જી.પાટણ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે ચાની લારી ચલાવતા તેના સાગરીત વિજયજી ઇશ્વરજી ઠાકોર ઉ.વ.૪૦ રહે. પંચાશરા, જૈનમંદિરની બાજુમાં તા.જી.પાટણ વાળાએ રૂ.૧૦ હજારનીલાંચ પાટણ મામલતદાર કચેરીના ગેટની બહાર અરજદાર પાસે થી સ્વીકારતા ગાંધીનગર એલસીબી ટીમે ઝડપી લીધા હતા. આ કામે હકિકત એવી છે કે, ફરીયાદી ના માતા અગાઉ દારૂનો ધંધો કરતા હતા, તે સમયના બાકી નિકળતા રૂ.૧૦,૦૦૦/- ની આરોપી નં.૧ નાએ ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતા બુધવારે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નં.૨ ને લાંચના નાણાં આપવાનુ કહેતાં આરોપી નં.૨ એ પણ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વીકારતા એસીબી ટીમે બંને આરોપીઓને સ્થળ ઉપરથી દબોચી લેતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન સહિત સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગાંધીનગર એસીબી એકમના પીઆઈ એચ.બી.ચાવડા,સુપરવિઝન ઓફીસર અને મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ ના એ. કે. પરમારે આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડી લાંચ લેનાર બન્ને આરોપીઓ સામે કાયદેસર ની કાયૅ વાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

T20 વર્લ્ડકપની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો રાધનપુર નો સટોડીયાને રાધનપુર પોલીસે ઝડપ્યો..

પાટણ તા. ૧૮પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ...

પાટણમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડીપડવો ના પર્વની ઉજવણી કરી નવા વષૅની શુભેચ્છાઓ પાઠવી…

મહારાષ્ટ્રીયન પરિવારોએ પોતાની ઘરની અગાસી પર કાષ્ટ ની લાકડી...