fbpx

પાટણની શ્યામ વિલા ના રહીશોએ સોસાયટી માં રોડ બનાવવા બે વર્ષથી રૂ. 5, 58 લાખ પાલિકામાં ભર્યા છતાં સ્કીમના રોડ માટે બાધાઓ..

Date:

પાટણ તા. ૨૦
પાટણની શ્યામ વિલા સોસાયટીમાં રોડ બનાવવા માટે રહીશોએ બે વર્ષથી રૂ.5,58 લાખ ભર્યા હોવા છતાં પણ સ્કીમ નો રોડ પાલિકા દ્વારા આજદિન સુધી નહી બનાવતા રોડ મુદ્દે સોસાયટીના રહીશોને પડતી હાલાકી મામલે પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત કરી સોસાયટીમાં તાત્કાલિક રોડ બનાવવાની ઉગ્ર રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ શહેરમાં 89 મકાનો ધરાવતી શ્યામ વિલા સોસાયટી બને 10 વર્ષ થયા છે પણ સોસાયટીનો અંદર નો રોડ બિસ્માલ હાલતમાં થઈ ગયો હોવાથી સોસાયટીના રહીશો એ તારીખ 23/09/2022 ના રોજ નગર પાલિકા દ્વારા ચાલતી સ્કીમનો લાભ લેવા રહીશોએ લોકો ફાળો એકઠો કરી ને 30 ટકા અને 70 ટકા રેશિયા પ્રમાણે રૂ.5,58 લાખ રૂપિયા એકઠા કરી ને નગર પાલિકા માં ભર્યા હતા

જે વાતને આજે બે વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ સુધી સોસાયટીમાં રોડ મંજૂર ન થયો હોવાની બુમરાડ સાથે બુધવારે નગરપાલિકા ખાતે રજૂઆત માટે આવ્યા હતા અને રોડ ના પ્રશ્નને લઈ પાલિકાના ઉપ પ્રમુખ હિનાબેન શાહ સમક્ષ રજૂઆત કરતાં તેઓએ બાંધકામ વિભાગના એન્જિનિયર ને બોલાવી ઝડપથી આ મુદ્દે કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

કબજિયાતથી જીવન હરામ થઈ ગયું છે? જો તમે પપૈયાનો આ ભાગ ખાશો તો તમને રાહત મળશે

કબજિયાતથી જીવન હરામ થઈ ગયું છે? જો તમે પપૈયાનો આ ભાગ ખાશો તો તમને રાહત મળશે ~ #369News

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રિ દિવસીય આયોજિત કલ્પવૃક્ષ યુવા મહોત્સવનું આયોજન કરાયું…

સોમવારે યુનિવર્સિટીના કા.કુલપતિ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કલ્પવૃક્ષ યુવા...