fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે “મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર” થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૭
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.7 એપ્રિલ 2024 ના રોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે “મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર” થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.

નિષ્ણાત ગાઈડ દ્વારા આરોગ્ય વિશે લોકોને જાગૃત કરતા સ્વચ્છતા અને વિવિધ રોગો વિશે જાણકારી તથા ઇન્ટરેક્ટિવ મોડેલ ના માધ્ય્મથી માનવ શરીર ના વિવિધ ભાગો અને તેની કાર્ય પ્રણાલી વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું.

સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ દિવસ નો ઉદેશ્ય વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો અને માનસિક સ્વાસ્થ્ય, માતા અને બાળ સંભાળ અને આબોહવા પરિવર્તન જેવા ચિંતાના ક્ષેત્રોને પ્રકાશિત કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વ્યસ્ત જીવનશૈલી, કામ અને તણાવને કારણે માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે જેથી પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન દોરવું ખુબજ જરૂરી છે.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત પૂ. આચાર્ય શ્રી સંજયમુનિજીએ ઓડીસા ખાતે રેલ અકસ્માત વિસ્તારની મુલાકાત લીધી..

ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત પૂ. આચાર્ય શ્રી સંજયમુનિજીએ ઓડીસા ખાતે રેલ અકસ્માત વિસ્તારની મુલાકાત લીધી.. ~ #369News

પાટણની શ્રી બી.ડી.સાર્વજનિક વિધાલય ના વિધાર્થીઓ દ્રારા ગણતંત્ર દિનની પૂર્વસંધ્યા રેલી યોજાઈ..

પાટણની શ્રી બી.ડી.સાર્વજનિક વિધાલય ના વિધાર્થીઓ દ્રારા ગણતંત્ર દિનની પૂર્વસંધ્યા રેલી યોજાઈ.. ~ #369News