fbpx

વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ભગવાન નો મહાભિષેક કરાયો..

Date:

ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવાર દ્વારા અભિષેક સહિત ધાર્મિક વિધિ સંપન્ન કરાવાઈ..

પાટણ તા. 19
સમભાવ, સદભાવના અને સર્વધર્મ સમાનતા સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની દર્શન, પૂજાનો મહા ઉત્સવ એટલે જ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા. માનવ જીવનના અંધકારને દુર કરી તેજોમય ઓજસ પાથરવા ખુદ શામળીયો અષાઢી બીજ ના પવિત્ર દિવસે ભક્તજનોને દર્શન આપવા નગરચર્યા એ નીકળશે તે પૂર્વે સોમવારના રોજ જગન્નાથ મંદિર પરિસર ખાતે સમગ્ર જગત ના નાથ એવા ભગવાન જગન્નાથ જી ના મહા અભિષેક,પૂજાવિધી શ્રધ્ધા, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સાથે યજમાન પરિવાર સહિત ભગવાન જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને જગન્નાથ ભક્તોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ ઐતિહાસિક અને પાવનકારી ધન્યધરા ઉપર પરંપરાગત યોજાનાર ભગવાન જગન્નાથના પરિવારની નગરયાત્રા ને હવે ગણતરીના કલાકો બાકી રહયા છે. ભગવાન શામળીયો તેના પરીવાર સાથે સુશોભીત રથમાં બીરાજીત થઈ ભગવાન ભકતોને દર્શન આપવા સામે પગલે આવશે.

ત્યારે રથયાત્રા પૂર્વે જગદીશ મંદિર પરીસર ખાતે આજે વહેલી સવારે ભગવાન જગન્નાથ ની ષોડ શોપચાર મહા અભિષેક પૂજાવિધી ભકિતમય માહોલમાં યોજાઈ હતી.

આ મહાપૂજાના યજમાનનો અમૂલ્યલ્હાવો ભૂમિબેન મયંકભાઈ પરીવાર સહિત જય ચંદુભાઈ પટેલ પરિવારે લીધો હતો.

આ પ્રસંગે પાટણના વિદ્વાન બ્રાહમણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજમાનોના હસ્તે પંચામૃત સહિત અમૃત ફળ ગણાતા એવા કેરીના રસથી ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંદિર પરીસર ખાતે મોટી સંખ્યામાં ભાવીક ભક્તોએ ઉપસ્થિત રહી અભીષેક પૂજાવિધીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મહાઅભિષેક પૂજાવિધીને લઈ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા ની પરંપરાગત મુજબ પહીદ વિધી કરી નવીન વસ્ત્રો પરીધાન કરાવવામાં આવ્યા હતા. તો સમગ્ર મંદિર પરીસર તેમજ ભગવાન જગદીશના સ્થાનકને સુશોભીત કરવામાં આવ્યુ હતું.

12.39 કલાકના વિજય મુર્હતમાં યજમાન પરિવાર દ્રારા અભિષેક સહિતના ધાર્મિક પ્રસંગો સંપન્ન કરાવ્યા બાદ ભગવાન જગન્નાથજી ની રાસ ગરબાની રમઝટ વચ્ચે મહા આરતી અને થાળ ધરાવવામાં આવ્યો હતો.

ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા આ ધાર્મિક પ્રસંગે પાટણ શહેરના પ્રતિષ્ઠિત નગરજનો તેમજ જિલ્લામાંથી આવેલા અન્ય આગેવાનો સહિત જગન્નાથ ભક્તોનું મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ઉમળકાથી સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણથી સાબુનો જથ્થો ભરીને ડીસા તરફ જઈ રહેલ ટેમ્પો વાગડોદ નજીક પલટી મારી ગયો..

પાટણથી સાબુનો જથ્થો ભરીને ડીસા તરફ જઈ રહેલ ટેમ્પો વાગડોદ નજીક પલટી મારી ગયો.. ~ #369News

સિધ્ધપુર નગરપાલિકા હસ્તક બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે નગરપાલિકા નાં સભ્યો દ્વારા જ ફરિયાદો..

હલકી ગુણવત્તાના રોડ બનાવ્યા અંગેની સભ્યોની વ્યાપક ફરિયાદો છતાં...

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું..

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું.. ~ #369News

પાટણના શ્રી સામવેદી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાની વર્ષગાંઠ પર્વ ઉજવાયો.

હવન-યજ્ઞ સહિત આનંદના ગરબા સાથે ધાર્મિક ઉત્સવો ઉજવાયા.. પાટણ તા....