fbpx

વિદેશી દારૂ-બીયરની બોટલ નંગ.૧૧૧૫ સાથે કુલ કિ.રૂ.૪,૦૭,૬૯૪ નો મુદ્દામાલ સમી પોલીસે પકડી પાડ્યો…

Date:

પાટણ તા. ૧૨
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ જિલ્લામાં પ્રોહી લગતની ગે.કા. પ્રવૃતિ દૂર કરવા કરેલ સુચના આધારે ડી.ડી. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર વિભાગ, રાધનપુર તથા પી.જે.સોલંકી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર રાધનપુર નાઓના માર્ગદર્શન આધારે સમી પો.સ.ઈ. કે.એચ. સુથાર નાઓ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ માં હતા દરમ્યાન બાતમી મળેલ કે સફેદ કલરની સ્વીફ્ટ કાર જેના રજી.નં. GJ 01 KS 7153 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાધનપુર થી ગોચનાદ ગામેથી પસાર થનાર છે જે હકીકત આધારે સમી પોલીસ ટીમે વોચ તપાસમાં રહેતા સદર ગાડી રાધનપુર તરફથી આવતા બનાસ નદીના પુલ થી પીછો કરતા ગોચનાદ ગામથી આશરે એકાદ કિ.મી આગળ ગાડી અવાવરૂ જગ્યાએ રોડની સાઇડ માં મુકી ચાલક તથા અન્ય એક ઇસમ નાશી ગયેલ હોય જે ગાડીની તલાસી લેતા તેમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ની બોટલો ૧૧૧૫ કિ.રૂ.૧,૦૭,૬૯૪ તથા એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી નાશી જનાર બે ઈસમો વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ- ૬૫ એઈ, ૧૧૬( બી), ૮૧, ૮૩, ૯૮ (૨) મુજબ સમી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર ભાજપ દ્રારા પરંપરાગત રીતે પાટણ કા રાજા ગણેશ મહોત્સવ નો પ્રારંભ કરાયો..

લક્ષ્મી નગર ખાતેના યજમાન પરિવાર ને ત્યાંથી પાટણ કા...

પાટણ જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું..

ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સાતલપુર ની ટીમ વિજેતા બની.. પાટણ...

પાટણ યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે ફાયર સેફટી ની મોક ડ્રીલ યોજાઈ…

પાટણ તા. 8 સમયની જરૂરિયાત અને સ્કીલ ડેવલોપમેન્ટને ધ્યાનમાં...