કાર્યક્રમ અંતર્ગત કુલપતિના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના અધ્યક્ષો સાથે બેઠક યોજાઈ..
પાટણ તા. ૧૨
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી માં છેલ્લા ત્રણ વર્ષથી કેમ્પસના વિભાગોમાં વિદ્યાર્થીઓની પ્રવેશ સંખ્યા ઘટી રહી હોય પ્રવેશ સંખ્યા વધારવા માટે કુલપતિ દ્વારા યુનિવર્સિટી આપના દ્વારે કાર્યક્રમ યોજવા નું નકકી કરેલ હોય જે કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે કેમ્પસના વિવિધ વિભાગોના અધ્યક્ષો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કુલપતિ દ્વારા અધ્યક્ષો સાથે કાર્યક્રમની રૂપરેખા અને આયોજન અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં શુક્રવારે કુલપતિ ડૉ.કે.સી.પોરિયાં ના અધ્યક્ષ પદે આયોજિત કેમ્પસના ગ્રાન્ટેડ અને સેલ ફાઇનાન્સ વિભાગોના અધ્યક્ષો સાથેની બેઠક માં કુલપતિ દ્વારા કેમ્પસના તમામ વિભાગોના અધ્યક્ષો ને વિભાગોમા નવા શૈક્ષણિક વર્ષમાં વધુમાં વધુ છાત્રો પ્રવેશ મેળવે અને યુનિવર્સિટી માં ચાલતા તમામ પોસ્ટ ગ્રેજ્યુટ અભ્યાસ ક્રમો અંગે વિદ્યાર્થીઓ માહિતગાર બને તે માટે દરેક જિલ્લામાં પ્રોફેસરોની ટીમ બનાવીને કોલેજો સાથે સંકલન કરી યુનિવર્સિટી આપના દ્વારે કાર્યક્રમ કરવામાં આવે તે માટે જરૂરી માગૅદશૅન સાથે સૂચનો કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ કરવા માટે દરેક અધ્યક્ષને પોતાના વિભાગ માંથી પ્રોફેસરોની યાદી તૈયાર કરી યુનિવર્સિટી કુલપતિને આપવા માટે સૂચન કરાયુ હતું.તો નામોની યાદી આધારે પ્રોફેસરોની અલગ અલગ ટીમો બનાવીને દરેક જિલ્લામાં સેમિનાર જેવા કાર્યક્રમ કરવામાં આવે અને આવા સેમીનાર માં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કાર્યરત વિવિધ અભ્યાસ ક્રમોની સમગ્ર માહિતી આપી પ્રવેશ લેવા માટે પ્રોત્સાહિત કરવા સુચિત કરાયા હોવાનું આ બેઠકમાં કુલપતિ એ જણાવ્યું હોવાનું રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી