પાટણ તા.15
પાટણ નગરપાલિકામાં વષૅ 2024-25 ના એડવાન્સ મિલકત વેરો સ્વીકારવા માટે ગાંધીનગર થી સિસ્ટમ કાયૅરત થયા બાદ શુક્રવાર થી વષૅ 2024-25 નો વધારા સાથે નો એડવાન્સ વેરો સ્વીકાર વાની કામગીરી પાટણ નગર પાલિકાના વેરા શાખામા શરૂ કરવામાં આવી હતી.
તો શનિ- રવી ની રજા દિવસે પણ એડવાન્સ વેરાની રકમ સ્વીકારવાની કામગીરી પાલિકા દ્વારા ચાલુ રાખતા અને આજે સોમવાર ના દિવસે પણ વેરા સ્વીકારવાની કામગીરી મળી કુલ ચાર દિવસ મા એડવાન્સ વેરા પેટે પાટણ નગર પાલિકાની વેરા શાખાના કાઉન્ટરમાં અંદાજીત રૂ.1 કરોડની રકમ જમા થઈ હોવાનું વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું.
પાટણ નગર પાલિકાની વષૅ 2024-25 ના વધારા સાથે ના એડવાન્સ વેરા સ્વીકારવાની સિસ્ટમ ગાંધીનગર ખાતે થી શુક્રવારે કાયૅરત બનતા પાટણ નગર પાલિકાની વેરા શાખા દ્વારા નવા વષૅથી લાગુ કરાયેલ બમણા વેરા સાથે એડવાન્સ વેરા સ્વીકાવાની કામગીરી હાથ ધરાતા શુક્રવારે પ્રથમ દિવસે અંદાજીત રૂ. 36 લાખ, શનિ-રવિ રજાના બે દિવસમાં અંદાજીત 30 લાખ અને સોમવારે અંદાજીત રૂ. 34 લાખની એડવાન્સ વેરા પેટે મિલકત ધારકો દ્રારા રકમ વેરા શાખામાં જમા કરાવી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી