પાટણ તા. ૧૫
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના કન્વેન્શન હોલ ખાતે ર્મા પરિવાર દ્વારા લેખક નિદશૅક સૌમ્ય જોશી ના અબ જાને કી જિદ ના કરો નાટક રજુ કરવામાં આવ્યું હતું.
તારીખ 13 એપ્રિલ, 2024 ને શનિવારની રમણીય રાત્રિએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચિક્કાર મેદાનીથી ભરાયેલા કન્વેશન હૉલમાં સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું નામ ધરાવતી સંસ્થા “માઁનો પરિવાર દ્વારા અત્યંત સંવેદનશીલ કથા વસ્તુ ધરાવતું જાણીતા નાટ્ય લેખક તથા દિગ્દર્શક સૌમ્ય જોશીનું અફલાતૂન નાટક “આજ જાને કી જીદ ના કરોની અદ્ભૂત રજૂઆત કરવામાં આવી હતી.
આ નાટકમાં મુંબઇની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં એક પોલીસ ઓફિસર અને એક ધંધાદારી બાઇ અર્થાત્ ગણિકા વચ્ચે વાતચીત થતાં-થતાંમાં અચાનક અકલ્પનીય પ્રેમ પાંગરે છે. રેલગાડીના ડબ્બામાં જીજ્ઞા વ્યાસ અને મુકેશ રાવનો ધારદાર અભિનય અને ચોટદાર સંવાદો આખાય નાટકને જાનદાર બનાવે છે.
ખરેખર તો મરાઠી નાટક ‘પ્રપોઝલ’ પરથી સૌમ્ય જોશીએ પોતાની સશક્ત કલમ દ્વારા આ નાટક માટે ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું જેના માટે એમને ઉપસ્થિત દશૅકો સહિત મૉ પરિવાર દ્વારા ખુબ ખુબ સરાહના કરવામાં આવી હતી.
કારણ કે સામાન્ય રીતે આવા અસામાન્ય વિષય ને સ્પર્શ કરવો અને પાછું ગુજરાતી પ્રેક્ષકોને આ નાટક ગમાડવું એ સાધારણ ઘટના નથી. ‘વૅલકમ જિંદગી’, ‘102 નૉટ આઉટ’, ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ’ અને ખૂબ જ વખણાયેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના દિગ્દર્શક સૌમ્ય જોશીની હિંમતને સૌએ દાદ આપી હતી. અલબત્ત અબ જાને કી જિદ ના કરો નાટકના બન્ને કલાકારોના અભિનય-
કૌશલ્ય ઉપસ્થિત સૌના માનસ પટ પર એવા અંકિત બન્યાં હતાં કે તે ભૂલ્યા ભૂલાય તેમ નથી.
યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મૉ પરિવાર દ્વારા વષૅ ની શરૂઆત ના આ પ્રથમ આયોજિત નાટક ના પ્રારંભ પૂર્વે પરિવાર ના સભ્ય અને કાલિકા માતાજી મંદિર ના પુજારી અશોકભાઈ વ્યાસ અને દશૅકભાઈ ત્રિવેદી દ્વારા લેખક- દિગ્દર્શક સૌમ્ય જોશી સહિત ના કલાકારો નું શાબ્દિક સ્વાગત કરી આવકાયૉ બાદ દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ નાટકના લેખક દિગ્દર્શક સૌમ્ય જોશી એ અબ જાને કી જિદ ના કરો નાટક ની રૂપ રેખા રજૂ કરી ઉપસ્થિત સૌને નાટક જોવા પ્રેરિત કયૉ હતા. મૉ પરિવાર દ્વારા આયોજિત આ નાટક ને સફળ બનાવવા પાટણ માકેટયાડૅ ના ચેરમેન સ્નેહલ ભાઈ પટેલ, કમલેશ સ્વામી, જયેશપટેલ, શૈલેષ પટેલ, જીતુભાઈ પટેલ સહિત મૉ પરિવાર ના સભ્યોએ જહેમત ઉઠાવી મૉ પરિવાર ના ચેરમેન કે. સી. પટેલ વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ શ્યામી