fbpx

યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યની ખોટી નિમણૂક મામલે સરકાર નું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરાશે : કુલપતિ..

Date:

પાટણ તા. 26
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના બોડૅ ઓફ મેનેજમેન્ટ ના સભ્ય તરીકે નિમણૂક કરાયેલ હિરેન અમૃતલાલ પટેલ ની ખોટી રીતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે તેઓની આ નિમણૂંક ને તાત્કાલિક અસરથી રદ્દ કરવાની માગ સાથે યુનિવર્સિટી હિત રક્ષક સમિતિના નેજા હેઠળ સમિતિના સભ્યો દ્વારા યુનિવર્સિટી કુલપતિ ને ગુરૂવારે આવેદનપત્ર આપી રજુઆત કરતા યુનિવર્સિટી નું વાતાવરણ ગરમાયું છે..

આ આવેદનપત્ર મામલે શુક્રવારે યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિને મિડિયા દ્રારા આ આવેદનપત્ર મામલે પુછતા તેઓએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય હિરેન પટેલ ની નિમણૂક તેઓના અગાઉ ના કુલપતિ દ્રારા કરવામાં આવી હોય જેઓની પાસેથી સંપૂર્ણ વિગતો જાણી આ સાથે સરકાર નું માગૅદશૅન મેળવી આગળની તજવીજ હાથ ધરવામાં આવશે તેવું તેઓએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની જય ભીમ ફાઉન્ડેશનની બહેનોએ બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાને રાખડી બાંધીને રક્ષા બંધન પર્વ ઉજવ્યું..

પાટણ,તા.૧૯જયભીમ ફાઉન્ડેશન, પાટણના જિલ્લા પ્રમુખ શ્રીમતી ગીતાબેન ધીરજભાઈ સોલંકીની...

શ્રી પાટણ સમાલ ગોળ દરજી સમાજ દ્વારા સંત શ્રી પીપાજી મહારાજની 700 મી જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ..

શ્રી પાટણ સમાલ ગોળ દરજી સમાજ દ્વારા સંત શ્રી પીપાજી મહારાજની 700 મી જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણ ના કુણઘેર ખાતે 765 KV પાવર ગ્રીડટ્રાન્સમિશન લાઈન નું શરૂ કરાયેલ કામ અટકાવતાં ખેડૂતો…

વળતર અંગે કોન્ટ્રાક્ટરે યોગ્ય જવાબ ન આપતા રોષે ભરાયેલા...