પાટણ પંથકના ભુવાજીઓએ રમેલ માં ઉપસ્થિત રહી ભક્તજનોને રૂડા આશીર્વાદ પાઠવ્યા…
પાટણ તા. ૧૫
પવિત્ર ચૈત્ર માસમાં દેવ મંદિરોમાં ધાર્મિક ઉત્સવની સાથે સાથે રમેલ જાતર ના પવિત્ર પ્રસંગની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે
ત્યારે પાટણ સમીપ આવેલા અજીમાંણા ગામે ભુવાજી વિજયભાઈ બળદેવભાઇ સોલંકી પરિવારના શ્રી ગોગા મહારાજ ના મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલમાં રમેલ જાતરના પ્રસંગ નું આયોજન કરવા માં આવ્યું હતું.
અજીમાંણા ના શ્રી ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે આયોજિત કરવામાં આવેલ રમેલ જાતર ના આ ધાર્મિક પ્રસંગને લઈને ભુવાજી વિજયભાઈ બળદેવભાઇ સોલંકી પરિવાર દ્વારા રાત્રે 9:00 કલાકે ગોગા મહારાજ સન્મુખ રમેલ કરવામાં આવી હતી.
જેમાં પાટણ પંથકના વિવિધ દેવી દેવતાઓના ભુવાજીઓએ ઉપસ્થિત રહી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. ભક્તિ સંગીતના સૂરો વચ્ચે કલાકારોએ બધા ભાવિ ભક્તો ને મગ્ન કર્યા હતા કલકારો માં પ્રાથ મકવાણા. અજય બોરતવાડા. આંનદ નેદરા. રાહુલ ઠાકોર. રણજીતસિંહ દરબાર. દર્શન બારોટ. સુનિલ હસાપુર. કિશન માલધારી. ભયલું ઠક્કર. રુત્વિક અજીમાંણા. અજીત સધી રામ
સવારે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે તેલ ફૂલ ની વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ રમેલ જાતરના આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી શ્રી ગોગા મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
અજીમણા ખાતે ભુવાજી વિજયભાઈ બળદેવભાઇ સોલંકી પરિવારના શ્રી ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા રમેલ જાતરના ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહેલા પાટણ પંથકના ભુવાજીઓ સહિત ભક્તજનોનો ભુવાજી વિજયભાઈ બળદેવભાઇ સોલંકી પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરી સૌને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી