fbpx

હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી નું વર્ષ 2024 25 નું રૂ.4.52 કરોડની પુરાત વાળુ બજેટ મંજૂર કરાયું…

Date:

પાટણ તા. ૨૨
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની યોજાયેલી બેઠકમાં વર્ષ 2024-25 અંદાજ પત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખર્ચના બજેટમાં વધારા સાથે કુલ 128.07 કરોડનું બજેટ રજૂ કરવા માં આવ્યું હતું. બજેટમાં રૂ. 123.55 કરોડનો ખર્ચ બાદ કરતાં 4.52 કરોડ નું પુરાત વાળું બજેટ સર્વા નુ મતે મજુર કરવામાં આવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વર્ષ 2024-25 નું રૂ.4.50કરોડ નું પુરાત વાળું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. બજેટમાં સ્પોર્ટ અને કલ્ચર માટે રૂ. 3.81 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી ઓ માટે સેમિનાર અને કોન્ફરન્સ ની પ્રવૃતિઓને પ્રોત્સાહન કરવામાં રૂ.52.20 લાખની જોગ વાઈ કરવામાં આવી છે. આ કેમ્પસ વિદ્યાર્થીઓના રિસર્ચ વેગવંતુ રાખવા માટે રૂ. 47 લાખ ની જોગવાઈ કરાઈ છે. યુનિવર્સિટી કેમ્પસ ની લાઈબ્રેરી વિભાગ માં વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ બુક્સ અને સબસ્ક્રિપશન માટે 20 લાખ તથા આધુનિક ઇ-રીસોર્સમાં RFID માટે રૂ.16 લાખ મળી કુલ રૂ.36 લાખ ની ફાળવણી કરવામાં આવેલ છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ ગાર્ડનમાં સિંચાઇની સુવિધા માટે સ્પ્રિકલર માટે કુલ રૂ.25 લાખ ની જોગવાઈ કરવામાં આવેલ છે. આમ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવ ર્સિટી ની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં રૂ. 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં રૂ. 123. 55 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હોય રૂ. 4.50 કરોડના પુરાત વાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હોવાનું યુનિવર્સિટીના હિસાબી અધિકારી લલિતભાઈ પટેલ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમ. ઉ. ગુ.યુનિ. ખાતે એકદિવસીય AISHE વર્કશોપ યોજાયો..

વકૅશોપમાં ઉત્તર ગુજરાતના ૩૦૦ થી વધુ નોડલ ઓફિસરોએ ઉપસ્થિત...

ઉનાળાની ગરમી ને ધ્યાનમાં રાખીને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થી એક માસ સુધી શાળા નો સમય સવાર નો રહશે : જિલ્લા શિક્ષણા અધિકારી.

ઉનાળાની ગરમી ને ધ્યાનમાં રાખીને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થી એક માસ સુધી શાળા નો સમય સવાર નો રહશે : જિલ્લા શિક્ષણા અધિકારી. ~ #369News

શક્તિપીઠ અંબાજી ખાતે 23મીથી ભાદરવી પૂનમનો મહામેળો, જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી બેઠક

અરવલ્લીની ગિરિમાળાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ...

પાટણ પંથકમાં નાગ પંચમીના પાવન પર્વે ભકિતમય માહોલમાં ઉજવાયો..

ગોગા મહારાજને કુલેર , સુખડી અને શ્રીફળનો ભોગ ધરાવી...