આગામી તા.16 મેં થી GCAS પોટૅલ પરથી પ્રવેશ ફોમૅ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે..
પાટણ તા. 13
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિસંલગ્ન કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2024- 25 માટે UG ,PG અને પીએચડી ના પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા GCAS પોર્ટલ શરૂ કરવામાં આવી છે. જે પોટૅલ પરથી વિધાર્થીઓ પોતાનું ફૉર્મ ભરી શકશે અને વિદ્યાર્થી એક જ ફોર્મમાં પોતાની અલગ અલગ પસંદગી વાળી કોલેજોમાં પ્રવેશ માટે અરજી પણ કરી શકશે આ પોર્ટલ પરથી આગામી તા. 16 મે 2024 થી અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું હતું
ગુજરાત શિક્ષણ બોર્ડ માંથી જેને 2024 મા પરિક્ષા આપી હશે તેવા ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ ને માર્કશીટ પોર્ટલ ઉપર સીધી જ આવી જશે તેથી તેમને અપલોડ કરવાની જરૂર રહેશે નહીં અન્ય બોર્ડના વિદ્યાર્થી ઓ તેમજ જેમને 2024 માં પરીક્ષા નથી આપી તેમણે પોતાની માર્કશીટ પોર્ટલ ઉપર અપલોડ કરવી પડશે. વિદ્યાર્થીઓની મદદ માટે તમામ કોલેજોએ હેલ્પ સેન્ટર શરૂ કરેલા છે. નજીકની કોલેજની મદદથી પણ આપનું પ્રવેશ ફોર્મ આ પોર્ટલ ઉપર ભરી શકો છો.
ધો 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ને પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેના લીધે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાલુ શૈક્ષણિક વર્ષ 2024- 25 માટે UG ,PG અને પીએચડી ના પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા GCAS પોર્ટલ શરૂ કરેલ હોવાનું જાણવા મળ્યું છે .
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માં પ્રવેશ માટે પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવી પડશે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માં પ્રવેશ માટે અભ્યાસ ક્રમ પણ પોર્ટલ ઉપ મુકવામાં આવ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લા ની વાત કરવા માં આવે તો બી એ માં 120 કોલેજ માં 41,080 બેઠકો છે. બીએ ફાઇન આર્ટસ 02 કોલેજ માં 260 બેઠકો છે, બી એ બીએડ 01કોલેજ માં 50 બેઠકો,બી એ હોમ સાયન્સ માં 07 કોલેજ છે જેમાં 350 બેઠકો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માં બીબીએ 12કોલેજ 960 બેઠકો છે.બીસીએ માં 33 કોલેજ માં 2120 છે. પીજીડીસીએ માં 12 કોલેજ 780 બેઠકો છે. એમ એસ સી આઈ ટી( યું.જી) 8 કૉલેજ માં 720 બેઠકો છે. એમ એસ ડબ્લ્યુ માં 4 કોલેજ માં 240 બેઠકો છે.
એલ એલ બી માં 13 કોલેજમાં 1680 બેઠકો છે. સેનેટરી ઇન્સપેક્ટર 66 કોલેજ માં 5280 બેઠકો છે. ફાયર સેફટી 22 કોલેજમાં 1760 બેઠકો છે. બી આર સી માં 14 કોલેજ 1680 બેઠકો છે.બી એડ માં 93 કોલેજ માં 8050 બેઠકો છે. બી વોક માં 03 કોલેજમાં 1050 બેઠકો હોવાનું યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી