fbpx

18- પાટણ વિધાનસભામતદાન જાગૃતિ અંતર્ગત શાળા કક્ષાએ યોજાયેલી રંગોળી સ્પધૉ મા વી.કે. ભૂલા શાળાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો…

Date:

પાટણ તા. ૨૪
લોકસભા સામાન્ય ચુંટણી – 2024 અંતર્ગત ભારત ના ચુંટણીપંચની સુચના અનુસાર મતદાન જાગૃતિ ના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત 18- પાટણ વિધાનસભા વિસ્તારની શાળા કક્ષાએ રંગોળી સ્પધૉ ના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવા નો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ રંગોળી હરિફાઈ મા ભાગ લેનાર કુલ 8 શાળા પૈકી પ્રથમ નંબરે પાટણ ની વી. કે. ભૂલા, બીજા ક્રમે ઠક્કર બાપા કન્યા શાળા અને ત્રીજા ક્રમે એમ.એન. શાળા વિજેતા બની છે. વિજેતા શાળાઓને પ્રોત્સાહિત કરવા બુધવારના રોજ પાટણ શહેર ની બગવાડા પ્રા.શાળા ખાતે પ્રથમ ત્રણ ક્રમે આવેલી વિજેતા શાળાઓ સહિત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 8 શાળાઓ ના સ્પર્ધકોએ સુંદર મજાની રંગોળીઓ તૈયાર કરી મતદાન જાગૃતિ નો સંદેશ ફેલાવ્યો હતો.

જેમાં 18 પાટણ વિધાનસભા વિસ્તારની રંગોળી સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલ શાળાના સ્પર્ધકોને પાટણ જિ. શિ. અધિકારી અશોકભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહી પુરસ્કાર આપી સન્માનિત કરી મતદાન જાગૃતિ અંતર્ગત આયોજિત રંગોળી સ્પર્ધા ના કાર્યક્રમની સરાહના કરી હતી.

બગવાડા શાળા ખાતે આયોજિત રંગોળી સ્પર્ધા ના નિર્ણાયક પદે જગદીશ ભાઈ ગોસાઈ, સીડીપીઓ પાટણ ઉર્મિલાબેન પટેલ, સીડીપીઓ સરસ્વતી હેતલબેને પોતાની સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં ઈ આઈ મનિષાબેન પ્રજાપતિ, કનુ ભાઈ દેસાઈ, બીઆરસી મીનાબેન, ઉત્તમભાઈ સહિત શાળાના શિક્ષકો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

વાહન ચોરી તથા પાર્ક કરેલ વાહનો માંથી બેટરી ચોરી કરનાર રીઢા ચોરને પાટણ પોલીસે દબોચી લીધો..

વાહન ચોરી તથા પાર્ક કરેલ વાહનોમાંથી બેટરી ચોરી કરનાર રીઢા ચોરને પાટણ પોલીસે દબોચી લીધો.. ~ #369News

પાટણ જનતા હોસ્પિટલ માં દાતા પરિવાર દ્વારા પાંચ વ્હીલ ચેરની ભેટ ધરાય..

પાટણ જનતા હોસ્પિટલ માં દાતા પરિવાર દ્વારા પાંચ વ્હીલ ચેરની ભેટ ધરાય.. ~ 369News

વ્યાજખોરોના ત્રાસ અને ધમકીથી વાજ આવેલ મહિલાએ પોલીસ ના દ્રારા ખખડાવ્યા…

મહિલાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.. પાટણ...

રાધનપુર પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક શખ્સને ને ઝડપી લીધો..

આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમોને ઝડપી લેવા ચક્રો...