fbpx

યુનિવર્સિટી દ્રારા રીપીટર અને રેગ્યુલર વિધાર્થીઓની 12 જેટલી પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ..

Date:

2500 થી 3000 પરીક્ષાર્થીઓએ જુદી જુદી પરિક્ષાઓ આપી..

પાટણ તા. 20 પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રીપીટર અને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ ગુરૂવારથી કરવામાં આવ્યો હતો જે પરિક્ષા મા અંદાજીત 2500 થી 3000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુરૂવારથી રિપીટર અને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જેમાં નર્સિંગ વિદ્યાશાખાની 8 જેટલી પરીક્ષા તેમજ આર્કિટેક વિભાગ ની 3,એમ યુ આર પી ની 1 મળી કુલ 12 જેટલી પરીક્ષાનો પ્રારંભ થયો હતો.જેમાં 2500 થી 3000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં બીએસસી નર્સિંગ 1 થી 4 વર્ષ,પોસ્ટ બેજીક નર્સિંગ પ્રથમ વર્ષ અને બીજા વર્ષ, પ્રથમ અને સેકન્ડ વર્ષ ની એમએસસી નર્સિંગ,તેની સાથે સાથે અકીટેક ની સેમ 6 ના રિપીટર ની પરીક્ષા,એમ એસ સી ઇન્ટિગ્રેટેડ કેમેસ્ટ્રી સેમ 4,આર્કિટેક સેમ 2 ,એમ યુ આર પી સેમ 2 ની મળી કુલ 12 પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલ માં પ્રારંભ થયો હોવાનું યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સાતલપુર ના પીપરાળા ગામના પ્રભુ ભગત ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસે પરત આવતા ભવ્ય સામૈયું કરાયું…

પાટણ તા. ૧૨પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ...

ચંદ્રુમાણા આંગણવાડીના બાળકોને છાપકામની એક્ટિવિટી કરાવી તેમના માનસિક વિકાસને વેગવાન બનાવાયો.

પાટણ તા. 18 પાટણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓના બાળકોને આંગણવાડી...