પાટણ તા. ૨૬
પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં આગામી તા. 07 મેના રોજ મતદાન થવાનું છે. તેના અનુસંધાને તમામ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવી વધુ ને વધુ મતદાન થાય તે માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર પાટણ દ્વારા પણ અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો થકી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં મતદાન જાગૃતિના આ કાર્યક્રમોમાં આશા, આશા ફેસીલિટેટર, આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ થઈ રહ્યા છે. જિલ્લામાં VAF(VOTER AWARNESSFORUM)અંતર્ગત તમામ તાલુકા હેલ્થ કચેરી તાબા હેઠળના તાલુકાના તમામ આયુષમાન આરોગ્ય મંદિર દ્વારા કનસ્ટ્રકશન સાઈટ, ઈંટોના ભઠ્ઠા,અન્ય બાંધકામ સાઈટ ખાતેના કામદારોમાં મતદાન જાગૃતિનો એક મેસેજ આપી કોઈપણ પ્રકારના જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, લોભ, લાલચ વિના સો ટકા મતદાન કરે અને પોતાના પરિવારના તમામ મતદારોને મતદાન કરાવે તે માટે શપથ અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મત દારો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિભાગોનું સંકલન કરી મત દારો મતદાન કરવા માટે પ્રેરાય તેવા શુભ હેતુસર અનેક કાર્યક્રમો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ટીપ નોડલ બી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યા છે.
અહેવાલ યશપાલ શ્યામી