જિલ્લામાં 90 વિદ્યાર્થીઓથી વધુ સંખ્યા ધરાવતી શાળાઓમાં 15 કોમ્પ્યુટર સેટ સાથે સ્માર્ટ બોડૅ ફાળવવામાં આવ્યા..
પાટણ તા. 3
આજના ટેકનોલોજી ના યુગમાં શિક્ષણ ક્ષેત્રમાં પણ આમુલ પરિવર્તન આવી રહ્યું છે ત્યારે આ પરિવતૅન લક્ષી શિક્ષણમાં પાટણ જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ મેળવતાં વિધાર્થીઓ પણ ટેકનોલોજી આધારિત શિક્ષણ મેળવી શકે તેવા શુભ ઉદેશથી સરકાર દ્વારા પાટણ જિલ્લાની 95 ગ્રાન્ટેડ શાળાઓમાં દરેક વગૅ દીઠ સ્માર્ટ બોડૅ મારફતે શિક્ષણ આપવાની સાથે દરેક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ માટે 15-15- કોમ્પ્યુટર સેટ ફાળવવામાં આવ્યા છે તો શિક્ષણ ને લગતી સ્માર્ટ બોડૅ ફીટ કરવાની કામગીરી હાથ ધરવા માં આવી હોવાનું શિક્ષણ વિભાગ ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે વધુ માહિતી આપતાં શિક્ષણ વિભાગ ના સુત્રોએ જણાવ્યું હતું કે ચાલુ નવા શૈક્ષણિક વર્ષના આરંભથી ઉપરોક્ત તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.9 થી ધો.12 ના વિધાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાન મેળવી શકે તે માટે સ્પેશ્યલ 15-15 કોમ્પ્યુટરો ફાળવવામાં આવ્યા છે.તો શાળાઓમાં લેબ બનાવવા સ્પેશ્યલ ગ્રાટ ફાળવવામાં આવનાર છે.
પાટણ જિલ્લામાં 90 થી વધુ સંખ્યા ધરાવતી દરેક ગ્રાન્ટેડ શાળાઓમાં સરકાર દ્વારા દરેક વગૅ દિઠ સ્માર્ટ બોડૅ ની ફાળવણી કરવામાં આવશે હાલમાં જિલ્લા ની કુલ 141 શાળા પૈકી 90 થી વધુ સંખ્યા ધરાવતી 95 શાળાઓમાં સ્માર્ટ બોડૅ ફાળવવામાં આવ્યા છે અને હાલમાં તેના ઈન્સ્ટોલેશન ની કામગીરી ચાલુ હોવાનું અને દરેક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ માટે 15 – 15 કોમ્પ્યુટર ની પણ ફાળવણી કરવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગ ના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી