પાટણ તા. ૪
ઐતિહાસિક નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત પાટણ નગર ના રમતવીરો પણ જુદી જુદી સ્પર્ધામાં નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાની વિવિધ રમતોમાં ભાગ લઈ વિજેતા બની પાટણને રમત ગમત ક્ષેત્રે પણ નામના અપાવી રહ્યા છે.
તાજેતરમાં જ ગાંધીનગર અમદાવાદ રોડ ઉપર આવેલ કોબા ગામ પાસેના દ્રોણા સ્પોર્ટ્સ એકેડેમી અને અલટેવોલ સ્પોર્ટ્સ એકેડેમી સાથે ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GSTA) ના સંયુક્ત ઉપક્રમે આયો જિત ટેનિસ ટુર્નામેન્ટમાં પાટણની શ્રી મ. ક. જિમખાના ના અંડર 14 ની કેટેગરીના ખેલાડી આલાપ અલ્કેશ સ્વામી એ ભાગ લીધેલ હતો.
જેમાં તેઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ નંબરે વિજેતા બની શ્રી મ. ક. જિમખાના પાટણ અને પરિવારને ગૌરવ અપાવેલ હોય આલાપ સ્વામી ની આ સિધ્ધી ને શ્રી. મ. ક. જિમખાના પરિવારે સરાહનીય લેખાવી શુભેચ્છાઓ સાથે રમત ગમત ક્ષેત્રે પ્રગતિના સોપાન હાંસલ કરે તેવી અભિવ્યક્તિ વ્યકત કરી હતી.
અહેવાલ યશપાલ શ્યામી