પાટણ તા. ૪
પાટણ શહેર સહિત જિલ્લામાં અગામી “અક્ષય તૃતીય” (અખાત્રીજ) ના દિવસે તથા અન્ય દિવસોમાં ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે. જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે સમૂહ લગ્નોના આયોજકો. સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને પાટણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા અપીલ કરતા જણાવ્યું છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરી ના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામા જિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ-લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે. તેથી આપના વિસ્તારમાં/આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળ-લગ્ન ન થાય તેની તકેદારી રાખવી. અન્યથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ- ૨૦૦૬ મુજબ રૂ. એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે. જેથી જો બાળલગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળ-લગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ (૧૦૦), મહિલા અભયમ (૧૮૧), ચાઈલ્ડ લાઈન (૧૦૯૮) ટોલ ફ્રી નંબરો અથવા એસ.વી વગડોદા, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મો: ૯૬૩૮૭૦૩૮૧૭, કેતનભાઈ એ. પ્રજાપતિ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,મો:૯૪૨૮૦૧૨૧૨૧, પિયુષભાઈ એચ. તાવીયાડ, કાનૂની સહ પ્રોબેશન અધિકારી,મો: ૯૮૭૯૦૨૯૫૬૭, ૫૬૭. નિલેશભાઈ એ. દેસાઈ, સુરક્ષા અધિકારી બિન સંસ્થાકીય સંભાળ, મો:૮૩૨૦૭૯૧૨૧૭,વગેરે જેવા હેલ્પલાઇન નંબરો પર જાણ કરવા જાહેર વિનંતી સહ અપીલ કરવામાં આવે છે. બાળલગ્નની જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
અહેવાલ યશપાલ શ્યામી