જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશ થી પાટણ નગર
પાલિકા દ્વારા રાજકીય પાર્ટીઓના બેનરો સહિત આચાર સહિતા ને લાગુ થતી સામગ્રી દૂર કરાયા..
પાટણ તા. ૫
પાટણની લોકસભાની તારીખ 7 મે ના રોજ યોજાનારી ચૂંટણીના રવિવારની સાંજે પ્રચાર પડઘમ શાંત પડ્યા છે. ત્યારે આદર્શ આચાર સહિતા રવિવારે સાંજ થી લાગુ થતા જિલ્લા ચૂંટણી અધિકારી એવમ કલેકટરના આદેશ થી આદર્શ પાટણ શહેરમાં આદશૅ આચાર સંહિતાનો ચુસ્ત પણે અમલ થાય તે માટે રાજકીય પાર્ટીઓના શહેરના રાજમાર્ગો સહિત કાર્યાલયો ખાતે લગાવાયેલા
રાજકીય બેનરો સહિત રાજકીય પાર્ટીઓના ધ્વજ, તોરણો સહિત આદર્શ આચાર સંહિતામાં આવતા મટીરીયલ ઉતારી લેવા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને સુચના અપાતા નગર પાલિકા ના ચિફ ઓફિસર નીતિનભાઈ બોડાત દ્રારા પાલિકાના કર્મચારી ઓને સુચના આપી આદશૅ આચાર સંહિતા નું પાલન કરવા હુકમ કરતાં પાલિકાના કમૅચારી દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ રાજકીય પાર્ટીઓના કાર્યાલય ખાતે લગાવાયેલા બેનરો,ધ્વજ, પતાકા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી