પાટણ જિલ્લામાં 2073 મતદાન મથક ઉપર 10,365 કર્મચારીઓને કામગીરી સોંપાઈ..
પાટણ તા. ૫
પાટણ જિલ્લામાં આગામી તા. 7 મેં મંગળવારે લોકસભા ની ચુંટણી યોજાવાની છે.જેમાં 7 વિધાનસભાના 10365 કર્મચારીઓને ચૂંટણી પક્રિયાની કામગીરીની ફાળવણી કરવામાં આવી છે.પાટણ લોકસભા બેઠકની ચુંટણી કુલ 7 વિધાનસભા ક્ષેત્રમાં લોકસભાની યોજાવાની છે. જેમાં પાટણ જિલ્લાની ચાર વિધાનસભા માં પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર અને રાધનપુર વિધાનસભા ક્ષેત્રમાં ચુટણી યોજાનાર છે.તો બે વિધાનસભા બનાસકાંઠા ની છે જેમાં વડગામ અમે કાંકરેજનો સમાવેશ થાય છે તો એક મહેસાણા ની ખેરાલુ વિધાનસભા નો સમાવેશ થાય છે.
આમ કુલ 7 વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2073 મતદાન મથકો આવેલા છે.જેમા કુલ 20,19,916 મતદારો નોંધાયા છે. દરેક મતદાન મથક પર પ્રીસાઈડીંગ, ફસ્ટ પોલીંગ, પોલિંગ ઓફિસર મહિલા પોલીગ અને સેવક મળી કુલ 10365 કર્મચારીઓને મતદાન માટેની કામગીરી સોંપવામાં આવી છે.
જેમાં પાટણમાં 1356 સિધ્ધપુરમાં 1196 રાધનપુરમાં 1432 ચાણસ્મામાં 1392, વડગામ માં 940, કાંકરેજ માં 1272 ખેરાલુ માં 562 કર્મચારી ઓની નિમણુંક કરાઈ છે. જેમાં 15 ℅ સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો છે.વધુમાં 7 વિધાનસભામાં 49 સખી મંડળ બુથ મથકો ફાળવવામાં આવ્યા છે. જે તમામ મતદાન મથકોનું સંચાલન મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.તો 7 વિધાનસભા માં એક દિવ્યાંગ મતદાન મથક અને એક યુવા મતદાન મથક બનાવવા માં આવ્યા હોવાનું ચુટણી શાખાના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી