પાટણ તા. ૧૧
આજ ના આધુનિક યુગ માં આઉટ ડોર રમતો જાણે ઇતિહાસ બની ગયી છે.વેકેશન શરૂ થતાં જ બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટર ગેમો પાછળ ઘેલા બની જતા હોય છે જેના કારણે શારિરીક અને માનસિક વિકાસ રૂંધાઇ જતો હોય છે. આ સમસ્યા ને ધ્યાને લઇ શહેર ના નીલમ સિનેમા વિસ્તારમાં આવેલા પનાગર વાડા ચોકમાં નાની વય ના બાળકો માટે સતત બીજા વર્ષે પનાગરવાડા પ્રીમિયર લીગ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પનાગરવાડા ની પાંચ ટીમો એ ભાગ લીધો હતો.
પનાગરવાડા ના રહીશો તેમજ આસપાસ ના દુકાનદારો તેમજ સ્નેહી જનોએ ઇનામ,રોકડ ઇનામ, અને ટૂર્નામેન્ટ ના આયોજન હેતુ મદદ કરી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા. ફાઇનલ મેચ શાહરુખ ટાઈટન્સ અને બાબા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી જેમાં શાહરુખ ટાઈટન્સ ટીમ વિજેતા બનતા રોકડ ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા. તો રનર્સ અપ ટીમ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર એમ અલગ અલગ ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
સમગ્ર ટુર્નામેન્ટ નું સફળ આયોજન સિંધી અઝહર, આકીબ શેખ, શાહરૂખ પઠાણ, ઇબ્રાહિમ પનાગર, ફારૂક શેખે કર્યું હતું. ટુર્નામેન્ટ ને સફળ બનાવવા ઈદ્રિસભાઈ, શફીભાઈ, ઈલિયાસ ભાઈ, અજિજ ભાઈ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી ટુર્નામેન્ટ ની પૂર્ણાહુતિ સમયે ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉસ્માન ભાઈ શેખ, યાસીનભાઈ સુમરા, મહેમુદભાઈ સહિતના મહેમાન હાજર રહ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી