fbpx

યુનિવર્સિટીના એસ. કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ નું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૮
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા એસ. કે. સ્કુલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં એમ.બી.એ. ના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે “નીવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ ” કંપની દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પસ પ્લેસમેન્ટ માં એમ.બી.એ.ના 20 થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કેમ્પસ પ્લેસમેન્ટ ઓરિએંટેશન, ગ્રુપ ડિસ્કશન, પર્સનલ ઇન્ટરવ્યુ અને ફાઇનલ ઇન્ટરવ્યુ મળીને કુલ ચાર રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા રિલેશનશીપ મેનેજર,અને એજન્સી મેનેજર ની પોસ્ટ માટે કુલ 8 વિધાર્થીઓનું સિલેકશન કરીને નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યા હતા. સિલેક્ટ થયેલા વિધાર્થીઓને 3.5 લાખનું અને 4.6 લાખનું વાર્ષિક સેલરીનું પેકેજ આપવામાં આવ્યું છે.આ સમગ્ર કેમ્પસ પ્લેસમેન્ટનું સંચાલન એમ.બી.એ. વિભાગના ડો.મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર ખાતે અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત તેમજ ૧૫ નવીન બસોનું લોકાર્પણ કરાશે..

અંદાજીત રૂ.૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણાધીન બસ સ્ટેશનનું આવતી કાલે...