fbpx

શ્રી સરસ્વતિ શિશુમંદિર વિધાલય પાટણના 4 વિદ્યાર્થીઓ ધો.10 ની પરીક્ષામાં રાજ્યના ટોપ-10 માં ઝળક્યા…

Date:

પાટણ તા. 13
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુમંદિર) શ્રીમતી ગીતાબેન રાકેશ કુમાર શાહ વિદ્યાસંકુલ, પાટણના 4 વિદ્યાર્થીઓ ધો.10 ની એસ. એસ. સી. બોર્ડ પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ટોપ-10 માં સ્થાન પામી શાળા પરિવાર સહિત સમગ્ર પાટણ જિલ્લાનું અને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.
માર્ચ-2024 માં લેવાયેલ ધો.10 ની પરીક્ષામાં શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુમંદિર), પાટણના કુલ 96 વિદ્યાર્થીઓ પૈકી 94 વિદ્યાર્થીઓ ઉર્તીણ થઈ 97.92% જેટલું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે.

પરીક્ષામાં ઉપસ્થિત રહેલ કુલ વિદ્યાર્થીઓ પૈકી ધર્મ મયૂરકુમાર બારોટે 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ, આર્યા રિતેશભાઈ રેવડીવાલાએ 99.98 PR સાથે ગુજરાત રાજયમાં દ્વિતીય, શ્રેય હિરેન કુમાર પટેલે 99.96 PR સાથે રાજ્યમાં ચોથો અને મન મનીષકુમાર પટેલે 99.94 PR સાથે રાજ્યમાં છઠ્ઠો ક્રમાંક મેળવી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાલયના ધો.10 ના કુલ વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડ માં 21, A2 ગ્રેડમાં 28, B1 ગ્રેડમાં 26, B2 ગ્રેડમાં 13, C1 ગ્રેડમાં 4, C2 ગ્રેડમાં 2 વિધાર્થીઓ સ્થાન પામ્યા છે.

આ ઉપરાંત ગણિત વિષયમાં 6 વિદ્યાર્થીઓ 100 ગુણ,સામાજિક વિજ્ઞાનમાં 3 વિદ્યાર્થીઓ એ 100 ગુણ પ્રાપ્ત કયૉ છે. વિદ્યાર્થીઓની અથાગ મહેનત, અનુભવી અને પરિશ્રમી સ્ટાફ ગણનું સચોટ માર્ગદર્શન અને ટ્રસ્ટી-વ્યવસ્થાપકોની દૂરદર્શિતાથી વિઘાલયે ઉચ્ચ પરિણામની પરંપરા જાળવી રાખી સિદ્ધિના શિખરો સર કર્યા છે તે બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીગણ અને સ્ટાફ પરિવારને સંસ્થા ના પ્રમુખ, મંત્રી સહિત વિદ્યાલય પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુ મંદિર) ( સંચાલિત બાબુ સાહેબ પનાલાલ પુનમચંદ શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યા શંકુલ, પાટણ ના ધો. 10 માં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 21 વિદ્યાર્થીઓમાં

Share post:

Subscribe

Popular

More like this
Related