છેલ્લા બાર વર્ષથી અમેરિકાથી માદરે વતન પાટણ ખાતે આવી અનેક વિવીધ સેવાકીય પ્રવૃતિ કરતો પરિવાર…
પાટણ તા. ૨૦
પાટણ પ્રજાપતિ સમાજના અગ્રણી દાનવીર દાતા પરિવાર અને છેલ્લા 50 વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા પરસોત્તમભાઈ રણછોડદાસ સ્વામી પરિવાર દર વર્ષે પ્રસંગોપાત્ત અમેરિકાથી માદરે પાટણ આવી ને સમાજ લક્ષી સેવા પ્રવૃતિઓ સાથે અનેક વિધ સેવાકાયૅ કરી પોતાની સેવાકિય પ્રવૃતિને ઉજાગર કરી રહ્યા છે.
પરસોતમભાઇ રણછોડદાસ સ્વામી પરિવાર દ્વારા છેલ્લા 12 વષૅથી પાટણ ખાતે કાયૅરત શ્રી સરસ્વતિ બધિર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરા મૂંગા શાળાના બાળકોને શ્રી પદમનાભજીના સાનિધ્યમાં બોલાવી તેઓને વિવિધ પ્રકારની રમતોના સાધનો અપૅણ કરી સવારના નાસ્તાની સાથે બપોર નું મિષ્ટ ભોજન પિરસી સંપૂર્ણ દિવસ આ બાળકો સાથે પસાર કરતાં હોય છે.
મંગળવારે ઉપરોક્ત પરિવારના મનસુખભાઈ , મહેશભાઈ અને હષૅદભાઈ સાથે તેમના પુત્રો મિલિન્દ, રોહિત, રિક્કી સહિત સમગ્ર પરિવાર દ્ધારા બહેરા મૂંગા શાળાના 70 થી વધુ બાળકો અને સમગ્ર સ્ટાફ ને પદ્મનાભ ભગવાન ના સાનિધ્યમાં બોલાવી વિવિધ રમતો રમાડી નાસ્તા- પાણી સાથે મિષ્ટ ભોજન પિરસી આનંદ વ્યકત કરવામાં આવ્યો હતો.
પાટણના વતની અને અમેરિકા સ્થિત પરષોત્તમ ભાઈ રણછોડ દાસ સ્વામી પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બહેરા મૂંગા ના બાળકો ને આનંદ પ્રમોદ કરાવતા બાળકો ના ચહેરા પર ખુશી છલકાઈ હતી.આ પ્રસંગે સમાજ અગ્રણી શાંતિભાઈ સ્વામી, રાજેશભાઈ પ્રજાપતિ, યશપાલ સ્વામી, હિમાંશુભાઈ સ્વામી, ચિંતન પ્રજાપતિ,ધર્મેશભાઈ પ્રજાપતિ સહિત સમાજના સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી