fbpx

સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનાર પાટણના ધમૅ બારોટે આઈઆઈટી મા પોતાની કારકિર્દી બનાવવાની તમન્ના વ્યકત કરી..

Date:

પાટણ તા. 13
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુમંદિર) શ્રીમતી ગીતાબેન રાકેશ કુમાર શાહ વિદ્યાસંકુલ, પાટણના વિદ્યાર્થી ધર્મ મયૂરકુમાર બારોટે માચૅ 2024- મા લેવાયેલી ધો. 10 એસ એસ સી બોડૅની પરિક્ષામાં 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્ય માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા પરિવાર સાથે સહિત સમગ્ર બારોટ સમાજ અને ગુજરાત ને ગૌરવ પ્રદાન કયુઁ છે ત્યારે ધમૅ બારોટની તેના ઘરે રૂબરૂ મુલાકાત મેળવી તેની સફળતાના રહસ્ય સાથે તેના જીવનમાં તે આગળ શું અભ્યાસ કરી પરિવારનું નામ રોશન કરવા માગે છે
..

તે જાણવાનો પ્રયાસ કરતા ધમૅ બારોટે પોતાની આ સિધ્ધી પાછળ તેની શાળાના ગુરૂવયૅ સહિત શાળા સંચાલક મંડળની પ્રેરણા સાથે માતા- પિતાના આશિર્વાદ અને નિયમિત એકાગ્રતા સાથે ના વાંચન ને લીધે આ સફળતા હાંસલ કરી હોવાનું જણાવી આગળ તે આઈઆઈટી નો અભ્યાસ કરી પરિવારજનોનું નામ રોશન કરવાની તમન્ના વ્યકત કરી બોડૅ ની પરિક્ષા આપનાર તમામ વિધાર્થીઓને નિયમિતપણે એકાગ્રતા સાથે અભ્યાસ કરવાથી સફળતા પ્રાપ્ત થતી હોવાની પ્રેરણા પ્રદાન કરી પોતાના આ પરિણામ થી તે ખૂબજ ખુશી મહેસુસ કરતો હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમા કચરાના ઢગલા માથી ખોરાક આરોગનાર ગૌમાતા ને પોઈઝનિગ ની અસર થતાં ઢળી પડયા..

એનિમલ્સ એમ્બ્યુલન્સ ની ટીમ ને જાણ કરાતા તેઓએ તાત્કાલિક...

પાટણના જુના સર્કિટ હાઉસના પ્રવેશ દ્વાર પાછળ ખડકાયેલ કચરાના ઢગને દૂર કરવા માંગ ઉઠી.

પાટણના જુના સર્કિટ હાઉસના પ્રવેશ દ્વાર પાછળ ખડકાયેલ કચરાના ઢગને દૂર કરવા માંગ ઉઠી. ~ #369News