google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના અંતર્ગત પાટણ તાલુકાના માંડોતરી ગામે એક વૃક્ષ મા કે નામ વૃક્ષારોપણ કરાયું.

Date:

પાટણ તા. 22
પાટણ તાલુકાના માંડોત્રી ગામે સરકાર ની મહત્વ ની ગણાતી યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના અંતર્ગત “એક પેડ માં કે નામ” થીમ ઉપર ગુરૂવારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું , આ પ્રસંગે પાટણ તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિ , તાલુકા ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર, ગામના તલાટી પૂનમબેન જોશી, ગામના આગેવાન કનુભાઈ પટેલ તેમજ મનરેગા નો તાલુકા કક્ષા નો સ્ટાફ અને ગ્રામજનોની જન ભાગીદારી થી ગામમાં અમૃત સરોવર ની પાળે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું.

એક વૃક્ષ મા કે નામ અંતર્ગત આયોજિત કરાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો એ વિવિધ વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટેના સંકલ્પ ગ્રહણ કરી વૃક્ષારોપણ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાની વીજ બિલ પેટે બાકીની રકમ પૈકી રૂ.58 લાખનો ચેક જમા કરાવ્યો..

કોરોના સમયે વીજબીલ પેટેની ચડેલી રૂ. 3.50 કરોડની રકમને...