પાટણ યુનિવર્સિટી નેજમીન સંપાદન કરનાર23 ખેડૂતોને ચુકવવાની રૂ. 8.29 કરોડની રકમ નો ચેક યુનિ. દ્રારા કોટૅ મા જમા કરાવ્યો…

પાટણ તા. 14
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના નિર્માણ સમયે પોતાની જમીન સરકારને આપનાર 53 ખેડૂતો પૈકી 23 ખેડૂતોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા જમીન સંપાદન પ્રક્રિયા સમયે પાંચ વર્ષ સુધી કોર્ટ દ્વારા આપવામાં આવેલા સ્ટૅ ના સમયગાળાના વ્યાજના નીકળતા રૂપિયા 8.29 કરોડ અને આ રકમ સમયસર ન ચૂકવવા બદલ વધારાના છ ટકા પ્રમાણે ચાર મહિનાનું વ્યાજ અંદાજે રૂ.22 લાખ જેટલી રકમ ચૂકવી આપવા હાઈકોર્ટ દ્વારા સરકારને હુકમ કરતા અને સરકાર દ્વારા યુનિવર્સિટી આ રકમ કોર્ટમાં જમા કરાવવા માટેનું સૂચના આપતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ 23 ખેડૂતોને ચૂકવવાના થતા રૂપિયા 8.29 કરોડની રકમ નામદાર કોર્ટમાં ચેક થી જમા કરાવી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના નિર્માણ સમયે 53 જેટલા જેટલા ખેડૂતોની જમીન સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી હતી અને જે તે સમયે સરકાર દ્વારા ચાલતા જંત્રીના ભાવ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું હતું પરંતુ કેટલાક ખેડૂતો અલગ અલગ ગ્રુપ બનાવીને તેમને સરકાર તરફથી મળેલ વળતર અને રકમ પરના વ્યાજ જેવી બાબતો ને લઈને નીચલી કોર્ટ અને હાઈકોર્ટ ના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં 23 ખેડૂતોના ગ્રુપ દ્વારા વર્ષ 1986 થી 1994 સુધી તેમની જમીન જે સંપાદિત કરવા માં આવી હતી તે જમીન પર પાંચ વર્ષ સુધી સ્ટે આપેલ હોય તે પાંચ વર્ષના સમયગાળા ની વ્યાજની રકમ ચૂકવવા માટે ખેડૂતોએ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.

ત્યારે હાઈકોર્ટ દ્વારા આ 23 ખેડૂતોને ફેબ્રુઆરી 2023 માં તેમના વ્યાજની રકમ ચૂકવવા માટે નો હુકમ કર્યો હતો અને જો વ્યાજની રકમ ન ચૂકવે તો છ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે નો હુકમ કર્યો હતો. ત્યારે સરકાર ખેડૂતોને સમયસર નાણા ચુકવી સકી ન હોય કોર્ટ દ્વારા આ 23 ખેડૂતોને પાંચ વર્ષનું 8.29 કરોડ જેટલું વ્યાજ અને ચાર, ચાર મહિના માટે 6 ટકા વધારાનું વ્યાજ ચૂકવવાનો હુકમ કરતા સરકાર દ્વારા આ રકમ ચૂકવવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ ના હોવાથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ને હાલ પૂરતી આ રકમને ચૂકવી દેવા માટે ભલામણ કરી હોય યુનિ યુનિવર્સિટી દ્વારા આ 23 ખેડૂતોને 8.29 કરોડ જેટલી રકમનો ચેક કોર્ટ માં જમા કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.