fbpx

યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે લોક પાલ યોજના અને સુરક્ષિત બેંક વહેવાર વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૧૨
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટ, ના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કા. કુલપતિ ડૉ. રોહિતકુમાર એન. દેસાઇના માર્ગદર્શન હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક લોકપાલ યોજના અને સુરક્ષિત બેન્ક વ્યવહારના વિષય અંતર્ગત વિદ્યાર્થી જાગૃતિ અંગેના પ્રોગ્રામનું મંગળવારે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડૉ. કે. કે. પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવા માં આવ્યું હતું.

જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય રીઝર્વ બેન્કના સહાયક મહાપ્રબંધક ભુપેન્દ્રભાઈ ત્રિપાઠી, લાઈફ સાયન્સ વિભાગના વડા ડૉ. એસ. એ. ભટ્ટએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું. જેમા બેન્કના વ્યવહારને લગતી સમસ્યા માટે લાભાર્થીએ પ્રાથમિક સ્તરે જે તે બેન્કનો સંપર્ક કરવો અને તેમાં પછી ભારતીય રિઝર્વ બેન્કનો સંપર્ક કરવો તે વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ ઓનલાઇન રૂપિયાની લેવડ-દેવડ કરતી વખતે સુરક્ષાના ભાગરૂપે રાખવામા આવતી તકેદારીઓને સવિસ્તાર સમજાવવામાં આવી હતી.

“આર.બી.આઈ. લોકપાલ કહેતા હૈ” ની ઝૂંબેશ અંતર્ગત પ્રોગ્રામના બીજા ભાગમાં ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સાત વિદ્યાર્થીઓને પુરષ્કાર તરીકે ઈનામ આપવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણ હાજરી આપી. હોસ્પિટલ મેનેજ મેન્ટ વિભાગના અધ્યાપક ડૉ.સુષ્માન શર્મા, ડૉ.નિમેષ ભોજક, ડૉ.કિંજલ જાની, જીતેન્દ્રભાઈ દેસાઇ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા..

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા.. ~ #369News

પાટણ તિરૂપતિ માર્કેટના વેપારીઓ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ…

પાટણ તા. ૨૨ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે શહેરના બગવાડા દરવાજા નજીક...

વિશ્વ પર્યાવરણ દિવસે જાગૃતતા સેમિનાર અને 500 વૃક્ષો નું પ્લાન્ટેશન કરતું રિલાયન્સ ફાઉન્ડેશન

પાટણ તા. ૬વિશ્વ પયૉવરણ દિવસે રિલાયન્સ ફાઉન્ડેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ...