fbpx

રાધનપુરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડા અને માળા નું નિશુલ્ક વિતરણ કરાયું..

Date:

પાટણ તા. 20
તા. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શ્રી રામ સેવા સમિતિ રાધનપુર દ્વારા શહેરની ચામુંડા સોસાયટી, હિંગળાજ સોસાયટી,પારકર સોસાયટી,શારદા સોસાયટી તથા શીતલ બંગ્લોઝ માં ચકલી ના માળા, પાણી ના કુંડા તથા પક્ષી ચણ માટે પ્લાસ્ટિકના કુંડા નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. રાધનપુર નગર માં શ્રી રામ સેવા સમિતિ દ્વારા ચકલી ઓને બચાવવા માટે લોક જાગૃતિ ના અભિયાન અંતર્ગત વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલી ના માળા પાણીના કુંડા તથા પક્ષી ચણ માટે ની સેવા લોકોમાં સરાહનીય બની હતી.


શ્રી રામ સેવા સમિતિ ની આ પ્રેરણા થી આજુબાજુ ના વિસ્તાર ના જીવદયા પ્રેમીઓ દ્વારા ચકલીઓ ની ચિંતા કરવામાં આવેલ તથા તેનું ફળશ્રુતિ રૂપે સૌએ પોત પોતાના ઘર આંગણે ફરીથી ચીં ચીં ચીં ચકલી નો મનોહર અવાજ સંભળાય તે માટે હોસે હોસે પાણીના કુંડા અને ચકલી ના માળા ટીગાડયા હતા.શ્રી રામ સેવા સમિતિ દ્વારા વિશ્વ ચકલી દિવસે વિશેષ સંદેશ માં જણાવેલ કે જીવદયા ની પ્રવૃત્તિ નિરંતર ચાલુ રાખીને જીવ માત્ર માં શિવ ની પંક્તિ ને સાર્થક કરવાનો સમિતિ નો ઉદેશ હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રોટરી કલબ દ્વારા સીઆરસી હેમાંગીબેન પટેલને નેશન બિલ્ડર એવોર્ડ થી સન્માનિત કરાયા..

પાટણ તા.૧૫રોટરી એક આંતરરાષ્ટ્રીય એનજીઓ છે રોટરી ઇન્ટરનેશનલ લિટરેસી...