સુખડી ના પેકેટો તૈયાર કરવા મંદિરના 50 થી વધુ સેવકો કામે લાગ્યા..
પાટણ તા. 18
બિપોરજોય વાવાઝોડા મા અસરગ્રસ્ત બનેલા હિન્દુ બાંધવોને મદદ રૂપ થવાના ભાગ રૂપે તપોવન આશ્રમ મોઢેરા ના મનોકામના સિદ્ધ હનુમાન મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી અવધ કિશોરદાસ બાપુ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત ધર્માચાર્ય સંપર્ક વિભાગને 350 કિલો ઉપરાંતની ચોખ્ખા ઘી ની સુખડી ના 5000 પેકેટો તૈયાર કરી અસરગ્રસ્ત બાંધવોને વિતરણ કરવા માટે અર્પણ કરવામાં આવશે.
સુખડીના પેકિંગ બનાવવા માટે પૂજ્ય બાપુના 50 ઉપરાંત ભક્તોએ ખુબ સરસ મહેનત કરી સુખડી બનાવી તેના પેકીગ કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યમાં કેતનભાઇ શાહ અને ધનંજયભાઈ શુક્લા એ સંકલન કયુઁ હતું. જે સુખડી ના પેકેટ તૈયાર થયે કર્ણાવતી ક્ષેત્ર કાર્યાલય ખાતે પહોંચાડવામાં આવશે અને ત્યાથી બીપોરજોય વાવાઝોડા મા અસરગ્રસ્ત બનેલા હિન્દુ પરિવાર ને સુધી પહોચાડવામાં આવનાર હોવાનું મનોકામના સિદ્ધ હનુમાન મંદિર ના સેવકોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી